Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મનીષ મલ્હોત્રાનો આ મેટ ગાલા લુક તૈયાર કરવામાં લાગ્યા ૯૬૦ કલાક

મનીષ મલ્હોત્રાનો આ મેટ ગાલા લુક તૈયાર કરવામાં લાગ્યા ૯૬૦ કલાક

Published : 06 May, 2026 11:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જાણીતા ફૅશન-ડિઝાઇનરે પોતાના આઉટફિટ દ્વારા ભારતની હસ્તકલા અને મુંબઈને આપી અનોખી શ્રદ્ધાંજલિ

આ આઉટફિટની કેપમાં મુંબઈ શહેરની સંસ્કૃતિ અને એની ઓળખ દર્શાવતા વિવિધ તત્ત્વો પણ ઉમેરવામાં આવ્યાં હતાં

આ આઉટફિટની કેપમાં મુંબઈ શહેરની સંસ્કૃતિ અને એની ઓળખ દર્શાવતા વિવિધ તત્ત્વો પણ ઉમેરવામાં આવ્યાં હતાં


ફૅશન-ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ મેટ ગાલા 2026માં પોતાના ખાસ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મનીષે આ પ્રસંગે કાળા રંગનું પરંપરાગત બંધગલા પહેર્યું હતું, જેને એક વિશિષ્ટ આર્કિટેક્ચરલ કેપ સાથે સ્ટાઇલ કરવામાં આવ્યું હતું. આ કેપ માત્ર ફૅશન-સ્ટેટમેન્ટ નહોતી, પરંતુ ભારતીય હસ્તકલા અને કલાકારોની મહેનતને સમર્પિત એક ખાસ અભિવ્યક્તિ હતી. આ કેપને તૈયાર કરવામાં કુલ ૯૬૦ કલાક લાગ્યા હતા અને એને બનાવવામાં ૫૦થી વધુ કલાકારોનો સમાવેશ થયો હતો.

આ ખાસ આઉટફિટમાં દોરી વર્ક, જરદોશી, ચિકનકારી અને કસબ જેવી પરંપરાગત વણાટકામની ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ લુકની સૌથી અનોખી વાત એ હતી કે કેપ પર કામ કરનાર કલાકારોનાં નામ અને સહી પણ વણાટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. આ રીતે મનીષ મલ્હોત્રાએ ફૅશનજગતમાં ઘણી વાર અજાણ રહેતા હસ્તકલાકારોને ઓળખ અને સન્માન આપવાનો પ્રયત્ન કર્યો.



આ આઉટફિટની કેપમાં મુંબઈ શહેરની સંસ્કૃતિ અને એની ઓળખ દર્શાવતા વિવિધ તત્ત્વો પણ ઉમેરવામાં આવ્યાં હતાં જેમાં શહેરનાં જાણીતાં સ્થળો અને રોજિંદા જીવનનાં દૃશ્યોનો સમાવેશ થાય છે. મનીષ મલ્હોત્રાએ જણાવ્યું કે આ લુક તેના માટે ખૂબ જ પર્સનલ હતો, કારણ કે એ મુંબઈ સાથેનાં તેના જીવન, સિનેમા અને ડિઝાઇન-સફરને દર્શાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 11:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK