Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BMCએ એક મહિનામાં ૫૩૧૧ વૃક્ષોને જીવતદાન આપ્યું

BMCએ એક મહિનામાં ૫૩૧૧ વૃક્ષોને જીવતદાન આપ્યું

Published : 06 May, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

BMCએ એક મહિનામાં ૫૩૧૧ વૃક્ષોને જીવતદાન આપ્યું- ઝાડના થડમાંથી ૫૦ કિલો ખીલા કાઢ્યા

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


BMC દ્વારા શહેરમાં વૃક્ષોના સંરક્ષણ માટે હાથ ધરવામાં આવેલા વૃક્ષ સંજીવની અભિયાનમાં એક મહિનામાં ૫૩૧૧ જેટલાં વૃક્ષોને પુનર્જીવિત કરવામાં આવ્યાં હતાં. એવી જ રીતે BMCના ગાર્ડન ડિપાર્ટમેન્ટને ૧૦૭૧ વૃક્ષોના પાયાની આસપાસનું કૉન્ક્રીટીકરણ દૂર કરવામાં સફળતા મળી હતી. ઝાડના થડમાંથી લગભગ ૫૦.૯૭ કિલો ખીલા દૂર કરવામાં આવ્યા હતા. ૧૧૦૨ વૃક્ષો પર લગાડવામાં આવેલાં પોસ્ટરો દૂર કરવામાં આવ્યાં હતાં. 

મુંબઈમાં કુલ ૨૯,૭૫,૨૮૩ વૃક્ષો છે જેમાંથી ૧૩,૫૪,૯૬૬ વૃક્ષો જાહેર સ્થળોએ એટલે કે રસ્તાઓ પર, ગાર્ડનમાં અને BMCનાં અન્ય સ્થળોએ છે. ઘણી જગ્યાએ વૃક્ષોના પાયાની આસપાસ કૉન્ક્રીટીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત, મોટા ભાગનાં વૃક્ષોના થડમાં દોરડા અને બૅનરો માટે ખીલા મારવામાં આવ્યા છે. આ ઝુંબેશ આ સમસ્યાઓથી છુટકારો મેળવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK