Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પ્રૉપર્ટીને લગતા વ્યવહારો માટે ૧૦ મેથી નવી e-TDR સિસ્ટમ

પ્રૉપર્ટીને લગતા વ્યવહારો માટે ૧૦ મેથી નવી e-TDR સિસ્ટમ

Published : 06 May, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑફલાઇન વ્યવહારો સંપૂર્ણપણે બંધ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


BMC પ્રૉપર્ટીને લગતા ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સ (TDR)ના પારદર્શક, સુરક્ષિત અને ઝડપી વ્યવહારો માટે ડિજિટલ કામગીરી તરફ આગળ વધી રહી છે. ૧૦ મેથી નવી e-TDR સિસ્ટમ દ્વારા જ ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઇટ્સના તમામ વ્યવહારો કરવામાં આવશે. નવી e-TDR સિસ્ટમ હવે સંપૂર્ણપણે અમલમાં મૂકવામાં આવી રહી છે. ૧૦ મેથી બધા TDR વ્યવહારો ફક્ત e-TDR સિસ્ટમ દ્વારા જ કરવા ફરજિયાત રહેશે. પરંપરાગત પદ્ધતિ દ્વારા કરવામાં આવતા વ્યવહારો સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે, એવી માહિતી BMC ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવી હતી. 
e-TDR દ્વારા ખરીદદારો અને વેચાણકર્તાઓને સરળતાથી સર્ચ કરી શકાશે, ભાવ નક્કી કરવામાં પારદર્શિતા, રજિસ્ટર્ડ કૉન્ટ્રૅક્ટ, ટાઇમ બાઉન્ડ મંજૂરી પ્રક્રિયાઓ અને ટ્રાન્ઝૅક્શન બાદ સંબંધિત પક્ષોના નામે વિકાસ અધિકાર પ્રમાણપત્રનું સીધું ટ્રાન્સફર સામેલ છે. 


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK