Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાડકી બહિણ યોજનામાં મોટું ક્લીન-અપ

લાડકી બહિણ યોજનામાં મોટું ક્લીન-અપ

Published : 06 May, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬૫ લાખ અપાત્ર લાભાર્થીઓ ઘટ્યા, હવે વસૂલાતની તૈયારી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર સરકારની મુખ્ય મંત્રી માઝી લાડકી બહિણ યોજનામાં ઇલેક્ટ્રૉનિક નો યૉર કસ્ટમર (e-KYC) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાભાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ૩૦ એપ્રિલની અંતિમ સમયમર્યાદા બાદ હાથ ધરવામાં આવેલી સઘન ચકાસણીમાં આશરે ૬૫ લાખ મહિલાઓ અપાત્ર ઠરતાં તેમને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. યોજનાની શરૂઆતમાં ૨.૪૬ કરોડ મહિલાઓ નોંધાયેલી હતી જે હવે ઘટીને ૧.૮૧ કરોડ થઈ ગઈ છે. નવેમ્બર ૨૦૨૫થી ચાલી રહેલી વેરિફિકેશન પ્રક્રિયા અનેક વાર લંબાવ્યા બાદ ૩૦ એપ્રિલે આખરી કટ-ઑફ ડેટ જાહેર કરવામાં આવી હતી. અપાત્ર લોકો યોજનાનો લાભ લેતા હોવાના અહેવાલો બાદ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.

સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે પછીનું લક્ષ્ય અપાત્ર લાભાર્થીઓ પાસેથી મેળવેલી સહાયની રકમ વસૂલ કરવાનું રહેશે. 



આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને ૧૫૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે. હવે માત્ર સાચા અને પાત્ર લાભાર્થીઓને જ આ નાણાકીય સહાયનો લાભ મળશે.  


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK