Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હિંસાને નહીં પણ અનુકંપાને ફૅશનેબલ બનાવવાના હેતુસર અપાતા સિનેકાઇન્ડ અવૉર્ડ્‌સનો સમારોહ આ વર્ષે મુંબઈમાં

હિંસાને નહીં પણ અનુકંપાને ફૅશનેબલ બનાવવાના હેતુસર અપાતા સિનેકાઇન્ડ અવૉર્ડ્‌સનો સમારોહ આ વર્ષે મુંબઈમાં

Published : 14 September, 2026 10:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મો જેવા સશક્ત માધ્યમ દ્વારા પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેનારી ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરતા આ અવૉર્ડ્‌સ ૪ ઑક્ટોબરે મુંબઈ ખાતે યોજાનારા ફંક્શનમાં એનાયત થશે

સિનેકાઇન્ડ અવૉર્ડ્‌‌સની જાહેરાત કરવા માટેની પ્રેસ કૉન્ફરન્સમાં મેનકા ગાંધી.

સિનેકાઇન્ડ અવૉર્ડ્‌‌સની જાહેરાત કરવા માટેની પ્રેસ કૉન્ફરન્સમાં મેનકા ગાંધી.


પ્રાણીઓના હકો માટે લડનારાં મેનકા ગાંધીની સંસ્થા ‘પીપલ ફૉર ઍનિમલ્સ’ના સહયોગથી ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા એક અનોખા અવૉર્ડ્‌સની પહેલ થઈ છે જેનું નામ છે ‘સિનેકાઇન્ડ અવૉર્ડ્‌સ’. એ અંતર્ગત દયા, અનુકંપા કે પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેનારી ફિલ્મો અને આ મૂલ્યોને અનુસરનારા લોકોનું સન્માન કરવામાં આવશે. આ અવૉર્ડ્‌સની શરૂઆત ગયા વર્ષે કલકત્તામાં થઈ હતી અને એના બીજા વર્ષે હવે એ મુંબઈમાં યોજાવાના છે જેમાં અનંત અંબાણી સહિત કુલ ૧૧ વ્યક્તિને અવૉર્ડ્‌સ આપવામાં આવશે. 
ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા (FFI) એ ભારતીય ફિલ્મઉદ્યોગના ઉત્પાદકો, વિતરકો, પ્રદર્શકો અને સંબંધિત ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરતી સર્વોચ્ચ સંસ્થા છે. સિનેકાઇન્ડ પહેલ માટે એની ભાગીદાર સંસ્થા પીપલ ફૉર ઍનિમલ્સ (PFA) એક પ્રાણી કલ્યાણ સંસ્થા છે જેની સ્થાપના મેનકા સંજય ગાંધી દ્વારા કરવામાં આવી હતી અને તેઓ એનાં ચૅરપર્સન છે. આ સંસ્થાનું કામ પ્રાણીઓના રેસ્ક્યુ (બચાવ), પુનર્વસન, હિમાયત અને જાહેર જાગરૂકતા સુધી વિસ્તરેલું છે. 
આ અવૉર્ડ્‌સની જ્યુરી તરીકે સોનુ સૂદ, હેમા માલિની, ઝીનત અમાન, સોનાક્ષી સિંહા, રૂપાલી ગાંગુલી અને શ્રિયા સરન જેવાં ઘણાં પ્રતિષ્ઠિત કલાકારોની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રકારના અવૉર્ડ્‌સ હોવા જોઈએ એવું મેનકા ગાંધીનું વીસથી પચીસ વર્ષ જૂનું આ સપનું ગયા વર્ષે સાકાર થયું. પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે ‘ફિલ્મોમાં જે પણ થાય છે સમાજ એને સહર્ષ સ્વીકારી લે છે. જેમ કે કરણ જોહર ફિલ્મોમાં ભવ્ય લગ્નો દેખાડવા લાગ્યા તો આજે ભારતમાં ઠેર-ઠેર એનું અનુકરણ થાય છે. આપણને એક સમાજ તરીકે જરૂર છે એવી ફિલ્મોની અને હસ્તીઓની જે કરુણા અને અનુકંપાને ફૅશનેબલ બનાવે, એનો ટ્રેન્ડ સેટ કરે. હિંસા લોકોએ ખૂબ જોઈ લીધી, હિંસાને અનુસરી પણ લીધી; પરંતુ મારું સપનું એ છે કે ફક્ત પ્રાણીઓ પ્રત્યે જ નહીં, સંપૂર્ણ માનવજાતિ માટે દયા અને અનુકંપા જેવાં મૂલ્યોને ફિલ્મોના માધ્યમથી થઈ શકે તો એ રીતે પણ ફરી સ્થાપિત કરીએ.’ 

સિનેકાઇન્ડ અવૉર્ડ્‌‌સ 2026 કોને મળશે? 



સિનેકાઇન્ડ હાર્ટ ઑફ ગોલ્ડ અવૉર્ડ

અનંત અંબાણી

ડિરેક્ટર ઑફ ચેન્જ અવૉર્ડ

અમિત રાય (દિગ્દર્શક, ઓ માય ડૉગ)

વૉઇસ ફૉર ધ વૉઇસલેસ અવૉર્ડ

નીતિન જૈન (ધ ટ્રિબ્યુન)

ચૅમ્પિયન ફૉર ઍનિમલ્સ અવૉર્ડ

જૉન એબ્રાહમ

કાઇન્ડનેસ કૅટલિસ્ટ અવૉર્ડ

રવીના ટંડન

બીકન ઑફ હોપ અવૉર્ડ

વામિકા ગબ્બી

કાઇન્ડનેસ ઇન ફ્રેમ અવૉર્ડ

કલ્યાણ વર્મા

ઇનોવેશન ફૉર કમ્પૅશન અવૉર્ડ

ઇમૅજિન ફૂડ્સ, રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખ

કમ્પૅશનેટ કૅર અવૉર્ડ

યોડા (YODA - યુથ ઑર્ગેનાઇઝેશન ઇન ડિફેન્સ ઑફ ઍનિમલ્સ) : પ્રિયા હેબ્બાર અને પૂજા સકપાળ

રે ઑફ સનશાઇન અવૉર્ડ

નિખાર જુનેજા

વૅલ્યુઝ ઇન ઍક્શન અવૉર્ડ

રાજન શાહી


 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 10:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK