સેક્સ-લાઇફ વિશે પૂછેલા મમ્મી મલાઇકાના સવાલથી શરમાઈ ગયા બાદ દીકરા અરહાનનો વળતો પ્રહાર
મલાઇકા અરોરા ખાન , અર્જુન કપૂર , અરહાન ખાન ,
મલાઇકા અરોરાએ હાલમાં જ તેના દીકરાને અરહાનને વિચિત્ર સવાલ પૂછ્યો હતો અને એથી તેણે પણ વળતો પ્રહાર કરતાં તેનાં લગ્ન વિશે પૂછ્યું હતું. મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન હાલમાં એક પૉડકાસ્ટ શો ચલાવી રહ્યો છે. છ એપિસોડના આ શોમાં મલાઇકા ગેસ્ટ તરીકે ગઈ હતી. મલાઇકા અને અરબાઝે ૧૯ વર્ષના લગ્નજીવન બાદ ડિવૉર્સ લીધા હતા. તે હવે તેનાથી બાર વર્ષ નાના અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. તેમનાં લગ્ન વિશે ઘણી ચર્ચાઓ ચાલે છે અને એ વિશે દીકરાએ પણ સવાલ કર્યો હતો. મલાઇકાએ આ એપિસોડમાં તેના દીકરાને તેની સેક્સ-લાઇફ વિશે સવાલ કર્યો હતો. જોકે અરહાન તરત શરમાઈ ગયો હતો. અરહાને પણ વળતો પ્રહાર કરતાં તેની મમ્મીને પૂછ્યું કે તે ક્યારે લગ્ન કરી રહી છે?