Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : રક્ષાબંધનની જ્વેલરી ઍડમાં ક્રિતી સૅનનના આઉટફિટ પર વિવાદ

Entertainment Update : રક્ષાબંધનની જ્વેલરી ઍડમાં ક્રિતી સૅનનના આઉટફિટ પર વિવાદ

Published : 25 August, 2026 03:42 PM | Modified : 25 August, 2026 05:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રક્ષાબંધન માટેની ક્રિતી સૅનનની લેટેસ્ટ જ્વેલરી ઍડ સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. ઇન્ડો-વેસ્ટર્ન લુકમાં બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેરેલી ક્રિતીને ઍડમાં જોઈને કેટલાક યુઝર્સે તેના આઉટફિટને લઈને ટ્રોલ કરી છે.

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનનની લેટેસ્ટ જ્વેલરી ઍડ સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. રક્ષાબંધન નિમિત્તે બનાવવામાં આવેલી આ જ્વેલરી ઍડમાં ક્રિતી ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી. તેણે બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ સાથે કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ પહેર્યું હતું અને તે પોતાના ઑન-સ્ક્રીન ભાઈને તેમજ પેટ ડૉગને રાખડી બાંધતી જોવા મળે છે. પરંપરાગત તહેવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી ઍડમાં ક્રિતીનાં કપડાં ઘણા લોકોને યોગ્ય નથી લાગ્યાં અને એના માટે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026ની ગ્રૅન્ડ ફિનાલેમાં પહેરેલું તિરંગા આઉટફિટ બન્યું ચર્ચાનું કેન્દ્ર



ઍક્ટ્રેસ અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઇન્ડિયા ઉર્વશી રૌતેલા જયપુરમાં યોજાયેલા મિસ યુનિવર્સ ઇન્ડિયા 2026ની ગ્રૅન્ડ ફિનાલેના તેના ડ્રેસિંગને લઈને ચર્ચામાં છે. રવિવારે યોજાયેલી ગ્રૅન્ડ ફિનાલેમાં ઉર્વશીએ જ્યુરી મેમ્બર તરીકે ભાગ લીધો હતો. ગ્રૅન્ડ ફિનાલેમાં ઉર્વશી પોતાના ખાસ તિરંગા-થીમ ગાઉનને કારણે પણ ચર્ચામાં રહી હતી. તેના ગાઉનમાં કેસરી, સફેદ અને લીલા રંગની સાથે અશોક ચક્રથી પ્રેરિત ડિઝાઇન જોવા મળી હતી. પોતાના લુક વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘હું ઇન્ડિયા છું.’ જોકે તેના આ લુકને લઈને સોશ્યલ મીડિયા પર મિક્સ રિવ્યુ જોવા મળ્યો હતો.


રિનોવેશન પછી શાહરુખ ખાનના મન્નતમાં ઉમેરાશે બે નવા ફ્લોર

બૅન્ડસ્ટૅન્ડ પર આવેલો શાહરુખ ખાનનો બંગલો ‘મન્નત’ મુંબઈના પ્રખ્યાત ટૂરિસ્ટ સ્પૉટ્સમાંથી એક છે. હાલમાં છેલ્લા ઘણા સમયથી ‘મન્નત’નું રિનોવેશન ચાલી રહ્યું છે અને શાહરુખ અત્યારે ભાડાના ઘરમાં રહે છે. આ બંગલાનું રિનોવેશન લક્ઝરી રિયલ એસ્ટેટ ફર્મ ‘શ્રી લોટસ ડેવલપર્સ ઍન્ડ રિયલિટી’ કરી રહી છે. 
રિપોર્ટ પ્રમાણે શાહરુખે ‘મન્નત’માં વધુ બે માળ ઉમેરવા માટે પણ અરજી કરી છે અને આ રિનોવેશન પછી પ્રૉપર્ટીનો કુલ બિલ્ટ-અપ એરિયા ૬૧૬.૦૨ સ્ક્વેર મીટર વધી જશે. આ કામ પાછળ ૨૫ કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થવાની ચર્ચા છે. ‘મન્નત’ હેરિટેજ પ્રૉપર્ટી છે અને સમુદ્રની નજીક આવેલી છે. તેથી બંગલામાં નવા માળ ઉમેરવા માટે મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મૅનેજમેન્ટ ઑથૉરિટી પાસેથી પરવાનગી માગવામાં આવી છે.


અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી એલિયન ઍક્શન થ્રિલર સમુકનું શૂટિંગ સ્ટાર્ટ

અક્ષય કુમારને લીડ રોલમાં ચમકાવતી વિપુલ અમૃતલાલ શાહની એલિયન ઍક્શન થ્રિલર ‘સમુક’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને મોટા પાયે રિલીઝ માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પર બે વર્ષથી વધુ સમયથી કામ ચાલી રહ્યું છે. ફિલ્મમાં અક્ષય એક ઇન્ટરનૅશનલ ઍક્શન ટીમ સાથે કામ કરશે. આ ફિલ્મમાં મુખ્ય એલિયનને ઑસ્કર માટે નૉમિનેટ થઈ ચૂકેલા ક્રીચર ઇફેક્ટ્સ ડિઝાઇનર ઍલેક ગિલિસે ડિઝાઇન કર્યો છે. આ ફિલ્મમાં બ્રિટિશ ઍક્શન ડિરેક્ટર લ્યુક ટંબર સહિત અનેક ઇન્ટરનૅશનલ ટેક્નિશિયન્સને પણ સામેલ કરવામાં આવ્યા છે જેથી ફિલ્મમાં ફિઝિકલી ડિમાન્ડિંગ અને અલગ પ્રકારનું ઍક્શન જોવા મળશે.

પાગલ કર દેતે હો તુમ લોગ

ફોટોગ્રાફર્સે માફી માગી એટલે હસીને કરીના કપૂરે પ્રેગ્નન્સીની અફવાઓ પર આપી પ્રતિક્રિયા

કરીના કપૂર ૨૧ ઑગસ્ટે જિમની બહાર હતી ત્યારે ફોટોગ્રાફર્સે ક્લિક કરેલી તસવીરો પછી તે ત્રીજી વખત પ્રેગ્નન્ટ હોવાની ખોટી ચર્ચા ચાલી હતી.  આ પછી તાજેતરમાં કરીના ફરી ફોટોગ્રાફર્સ સામે આવી ત્યારે ફોટોગ્રાફર્સે તેની પાસે માફી માગી હતી. આ સાંભળીને કરીના હસવા લાગી અને મજાકિયા અંદાજમાં કહ્યું, ‘પાગલ કર દેતે હો તુમ લોગ.’ 
આ પછી તે પોતાની કારમાં બેસી ગઈ હતી.
કરીના ત્રીજી વખત પ્રેગ્નન્ટ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો ત્યારે તેણે સોશ્યલ મીડિયા પર પણ આ અફવાઓને જાણે હસીને ટાળી દીધી હતી. તેણે સોશ્યલ મીડિયા પર એક વ્યક્તિનો ફૂલેલા પેટ સાથેનો ફોટો શૅર કર્યો હતો. કરીનાએ આ પોસ્ટ સાથે હસતાં ઇમોજી અને પીત્ઝાનાં ઇમોજી પણ મૂક્યાં હતાં. આ રીતે તેણે કદાચ સંકેત આપ્યો હતો કે તેનો પેટનો ઘેરાવો વધવા પાછળ ખાવાનું કારણ હોઈ શકે છે.

સુનીતા આહુજા પહોંચી ખાટુ શ્યામ બાબાનાં દર્શન કરવા

ગોવિંદા અને સુનીતા આહુજા સતત પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં છે. સુનીતાએ પતિ ગોવિંદા પર આરોપ મૂકતાં કહ્યું હતું કે તે બીજી વાર લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. આ તમામ વિવાદો વચ્ચે સુનીતા રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુ શ્યામ બાબાનાં દરબારમાં દર્શન કરવા પહોંચી હતી. આ દર્શનના વિડિયોમાં સુનીતા પિન્ક કલરના સૂટમાં માથે દુપટ્ટો ઓઢીને પ્રાર્થના કરતી જોવા મળી હતી. ત્યાર બાદ સુનીતાએ પોતાના મોબાઇલ કૅમેરાથી ખાટુ શ્યામ બાબાની તસવીર પણ ક્લિક કરી હતી.

Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 05:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK