સની સિંહ અને ક્રિતી ખરબંદા હવે ‘રિસ્કી રોમિયો’ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મને અબીર સેનગુપ્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ ડ્રામા ફિલ્મ છે.
રિસ્કી રોમિયો
સની સિંહ અને ક્રિતી ખરબંદા હવે ‘રિસ્કી રોમિયો’ લઈને આવી રહ્યાં છે. આ ફિલ્મને અબીર સેનગુપ્તા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ શિયાળામાં શરૂ કરવામાં આવશે. આ ફિલ્મની ટીમ સાથેનો ફોટો શૅર કરીને એની જાહેરાત કરવામાં આવી છે. કિયારા અડવાણીની ‘ઇન્દુ કી જવાની’ને અબીર સેનગુપ્તાએ ડિરેક્ટ કરી હતી. સની સિંહની છેલ્લી ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ થઈ હતી, જેને એટલી પસંદ કરવામાં નહોતી આવી. આ ફિલ્મમાં તે લક્ષ્મણની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સનીએ કૅપ્શન આપી હતી કે ‘એવું લાગી રહ્યું છે કે ટ્રૅજેડી હવે નવી કૉમેડી છે. મારી આગામી ફિલ્મ ‘રિસ્કી રોમિયો’નો ફર્સ્ટ લુક તમારી સાથે શૅર કરવાની ખુશી છે. આ ફિલ્મનું શૂટિંગ શિયાળામાં શરૂ કરવામાં આવશે.’


