ખુશી કપૂરે સ્વીકાર્યું કે સુંદર દેખાવા માટે તેણે કૉસ્મેટિક સર્જરી કરાવી છે અને તેને એ સ્વીકારવામાં વાંધો નથી
ખુશી કપૂર
ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધી આર્ચીઝ’થી પોતાની અભિનય-કરીઅરની શરૂઆત કરનાર અભિનેત્રી ખુશી કપૂર છેલ્લે ફિલ્મ ‘લવયાપા’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન હતો. જોકે આ ફિલ્મ ખાસ સફળ નહોતી થઈ.
આ પછી ખુશી કપૂરે કૉસ્મેટિક સર્જરી કરાવી હોવાની ચર્ચાઓ શરૂ થઈ, જેમાં લોકોએ કહ્યું કે તે પહેલાં આવી દેખાતી નહોતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ખુશીએ કૉસ્મેટિક ટ્રીટમેન્ટ પર વાત કરી. તેણે પોતાના દેખાવમાં ફેરફારની વાત સ્વીકારી, પરંતુ એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે આ માટે દસ-વીસ સર્જરી નથી કરાવી. ખુશીએ જણાવ્યું કે જે મેં કર્યું છે હું તેને સ્વીકારું છું.
ADVERTISEMENT
ખુશીએ વધુમાં જણાવ્યું કે ‘ઇન્ટરનેટ પર અમને અનુસરનારા ઘણા યુવાનો અમારાથી પ્રભાવિત થાય છે. આ ઉપરાંત જો અમે અમારા દેખાવ વિશે કંઈ ન કરીએ તો પણ એક સમસ્યા છે. હું મારું જીવન એ રીતે જીવીશ જે રીતે હું ઇચ્છું છું. હું આવી જન્મી નહોતી અને જ્યારે બધા કલાકારો પોતાને વધારે સુંદર બનાવે છે ત્યારે મેં પણ મારા રૂપ-રંગમાં કેટલાક ફેરફાર કર્યા છે. મને આ વાત સ્વીકારવામાં વાંધો નથી.’


