વેદાંગ અને ખુશીના વાઇરલ વિડિયોમાં ખુશી અને વેદાંગ વાતચીતમાં વ્યસ્ત હતાં.
વાયરલ તસવીર
બોની કપૂર અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર તેની લવલાઇફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં તેનું નામ ઍક્ટર વેદાંગ રૈના સાથે જોડાયું છે. હાલમાં ખુશી અને વેદાંગે કઝિન સોનમ કપૂરની બર્થ-ડે પાર્ટીમાં હાજરી આપી હતી અને આ પાર્ટીનો તેમનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં સ્વરા ભાસ્કરથી લઈને કરીના કપૂર જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી, પણ વેદાંગ અને ખુશીની કેમિસ્ટ્રી લાઇમલાઇટમાં રહી હતી.
વેદાંગ અને ખુશીના વાઇરલ વિડિયોમાં ખુશી અને વેદાંગ વાતચીતમાં વ્યસ્ત હતાં. એ દરમ્યાન એક સમયે ખુશી જવાનો પ્રયાસ કરે છે, પરંતુ વેદાંગ તેનો હાથ પકડીને તેને જવા નથી દેતો. તેમની રિલેશનશિપની આ કેમિસ્ટ્રી જોઈને ફૅન્સ ખુશ થઈ ગયા હતા. જોકે પછી બન્ને બહાર આવીને પોતપોતાની કારમાં રવાના થઈ ગયાં હતાં. ખુશી અને વેદાંગે તેમના સંબંધોનો સત્તાવાર રીતે સ્વીકાર નથી કર્યો, પણ તેઓ ઘણી વાર ઇવેન્ટ્સ અને ફૅમિલી ગૅધરિંગમાં સાથે જોવા મળ્યાં છે. આનાથી તેમની ડેટિંગની ચર્ચા શરૂ થઈ છે.

