અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે. પ્રમોશનના ભાગરૂપે આ ફિલ્મના પ્રી-રિલીઝ સ્ક્રીનિંગની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
કેસરી : ચૅપ્ટર 2નું પ્રી-રિલીઝ સ્ક્રીનિંગ
૧૮ એપ્રિલે અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’ રિલીઝ થવાની છે. આ ફિલ્મની વાર્તા જલિયાંવાલા બાગ હત્યાકાંડની આસપાસ આકાર લઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે જેવાં કલાકારો કામ કરી રહ્યાં છે. પ્રમોશનના ભાગરૂપે આ ફિલ્મના પ્રી-રિલીઝ સ્ક્રીનિંગની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, કલકત્તા અને ચંડીગઢમાં ફિલ્મનું પ્રી-રિલીઝ સ્ક્રીનિંગ કરવામાં આવશે અને કેટલાક લકી દર્શકોને રિલીઝ પહેલાં જ આ ફિલ્મ જોવાની તક મળશે. આ તક મેળવવા માટેનું રજિસ્ટ્રેશન ૧૪ એપ્રિલે શરૂ થઈ શકશે.

