Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ત્રીજી ફેબ્રુઆરીએ અટવાયેલા મોટરિસ્ટોને ટોલ પાછો મળશે

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ત્રીજી ફેબ્રુઆરીએ અટવાયેલા મોટરિસ્ટોને ટોલ પાછો મળશે

Published : 17 February, 2026 07:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૩ ફેબ્રુઆરીએ ડેન્જરસ ગૅસ ભરેલું ટૅન્કર ઊંધું વળી ગયું હતું. એ વખતે ૩૨ કલાક સુધી મોટરિસ્ટો રઝળી પડ્યા હતા

મુંબઈ-પુણે એક્સપ્રેસવે

મુંબઈ-પુણે એક્સપ્રેસવે


મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ૩ ફેબ્રુઆરીએ ડેન્જરસ ગૅસ ભરેલું ટૅન્કર ઊંધું વળી ગયું હતું. એ વખતે ૩૨ કલાક સુધી મોટરિસ્ટો રઝળી પડ્યા હતા. જોકે એવી પરિસ્થિતિમાં પણ તેમની પાસેથી ટોલ વસૂલવામાં આવ્યો હતો. એથી એ ટોલ પાછો આપવામાં આવે એવી 

રજૂઆત મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પદાધિકારીઓએ ટોલ વસૂલતી IRB કંપનીના અધિકારીઓને કરી હતી. એ રજૂઆત તેમણે માન્ય રાખી છે અને ૮ દિવસમાં ટોલના પૈસા મોટરિસ્ટોને પાછા આપવામાં આવશે એવું આશ્વાસન કંપનીએ આપ્યું છે.



MNSની ટ્રાન્સપોર્ટ સેનાના ચીફ સેક્રેટરી પ્રદીપ વાઘમારેએ કહ્યું હતું કે ‘૩ ફેબ્રુઆરીએ બનેલી આ ઘટના વખતે પણ ટોલ વસૂલવામાં આવ્યો હતો જે યોગ્ય નહોતું એટલે અમે IRB કંપનીના પદાધિકારીઓ, મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC) અને ટ્રાફિક-પોલીસના ઑફિસરો સાથે ખાલાપુર ટોલનાકા પર મીટિંગ લીધી હતી અને એ સમય દરમ્યાન વસૂલવામાં આવેલો ટોલ પાછો આપવા જણાવ્યું છે. એ સવાય મોટરિસ્ટોને પડતી અન્ય મુશ્કેલીઓની પણ રજૂઆત એ વખતે કરવામાં આવી છે. કંપનીના પદાધિકારીઓએ અમારી રજૂઆતને સકારાત્મક લીધી છે અને ૮ દિવસમાં એ ટોલના પૈસા મોટરિસ્ટોને પાછા આપવામાં આવશે એવું આશ્વાસન આપ્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK