Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૪૦૦ કરોડની હવાલાની રકમ લઈ જતી ટ્રક લૂંટાઈ હોવાની ફરિયાદ ખોટી નીકળી

૪૦૦ કરોડની હવાલાની રકમ લઈ જતી ટ્રક લૂંટાઈ હોવાની ફરિયાદ ખોટી નીકળી

Published : 17 February, 2026 08:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રક-ડ્રાઇવર સંદીપ પાટીલે ઘોટી પોલીસને જણાવ્યું હતું કે ગયા વર્ષે બાવીસમી ઑક્ટોબરે ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નાશિક ગ્રામીણ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ૪૦૦ કરોડ રૂપિયાની કૅશ લઈને જતી ટ્રકમાંથી ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કરીને હુમલો કર્યો હોવાની ડ્રાઇવરે નોંધાવેલી ફરિયાદ ખોટી હતી અને આવી કોઈ ઘટના નથી બની. આ કેસમાં ધરપકડ કરાયેલી તમામ ૭ વ્યક્તિઓને ઇગતપુરી કોર્ટે મુક્ત કર્યા છે અને નકલી ફરિયાદ બદલ ટ્રક-ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ એક ઑફિસરે જણાવ્યું હતું.

ટ્રક-ડ્રાઇવર સંદીપ પાટીલે ઘોટી પોલીસને જણાવ્યું હતું કે ગયા વર્ષે બાવીસમી ઑક્ટોબરે ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું હતું અને તેમના પર ૪૦૦ કરોડ રૂપિયાની નોટો ધરાવતી ટ્રક લૂંટવાનો આરોપ લગાવ્યો એ પછી તપાસ શરૂ થઈ હતી. પોલીસ-ઑફિસરે વિગત આપતાં કહ્યું હતું કે ‘સંદીપ પાટીલે દાવો કર્યો હતો કે પાડોશી કર્ણાટકના બેલગામ જિલ્લાના ચોરલા ઘાટ વિસ્તારમાં મારા પર હુમલો થયો હતો એના પગલે મહારાષ્ટ્રની પોલીસને પણ ચેતવણી આપવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે ટ્રક કર્ણાટકથી મહારાષ્ટ્ર હવાલાના પૈસા લઈને જઈ રહી હતી. તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો વિડિયો અપલોડ કર્યો હતો. અમે પાટીલ પર હુમલો કરવા બદલ ૭ જણની ધરપકડ કરી હતી. જોકે ટ્રક વિશેની તપાસમાં પાટીલની વાર્તા જેમાં રૂટ, કૉલ-રેકૉર્ડ, સમય વગેરેનો સમાવેશ થાય છે એમાં ગાબડાં પડ્યાં હતાં. ઇગતપુરી કોર્ટે ધરપકડ કરેલા તમામ ૭ જણને મુક્ત કર્યા છે.’ 



નાશિક ગ્રામીણ પોલીસ ખોટી ફરિયાદ સંદર્ભે આગળનું પગલું ભરવાનું વિચારી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

17 February, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK