ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મમાં કાર્તિકે ભારતના પ્રથમ પૅરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી. ફિલ્મે ન્યુ યૉર્ક ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો અને કાર્તિકે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ જીત્યો
કાર્તિક આર્યનની ચંદુ ચૅમ્પિયન ફિલ્મનું પોસ્ટર
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ચંદુ ચૅમ્પિયન’ ૨૭મા શાંઘાઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. આ સિવાય ફિલ્મે ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં બે પુરસ્કાર જીતવાની સિદ્ધિ પણ મેળવી છે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મમાં કાર્તિકે ભારતના પ્રથમ પૅરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા મુરલીકાન્ત પેટકરની ભૂમિકા ભજવી. ફિલ્મે ન્યુ યૉર્ક ઇન્ડી ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ ફિલ્મનો અને કાર્તિકે શ્રેષ્ઠ અભિનેતાનો અવૉર્ડ જીત્યો. આ બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા અડગ નિશ્ચય સાથે પડકારોનો સામનો કરતી વ્યક્તિની વાર્તા દર્શાવે છે.


