Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bhool Bhulaiyaa 3 આ દિવસે થશે ઓટીટી પર રિલીઝ, કાર્તિકની ફિલ્મ દિવાળીએ કરશે ધમાકો

Bhool Bhulaiyaa 3 આ દિવસે થશે ઓટીટી પર રિલીઝ, કાર્તિકની ફિલ્મ દિવાળીએ કરશે ધમાકો

Published : 25 September, 2024 05:36 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Bhool Bhulaiyaa 3 OTT Release: કાર્તિક આર્યનની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3` દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યાર બાદ ફિલ્મ ઓટીટી પર આવશે. જાણો ભૂલ ભુલૈયા 3 દર્શકોને કયા ઓટીટી પ્લેટફૉર્મ પર જોઈ શકશે.

ભૂલ ભુલૈયા 3 (તસવીર સૌજન્ય મિડ-ડે)

ભૂલ ભુલૈયા 3 (તસવીર સૌજન્ય મિડ-ડે)


Bhool Bhulaiyaa 3 OTT Release: કાર્તિક આર્યનની ફિલ્મ `ભૂલ ભુલૈયા 3` દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ત્યાર બાદ ફિલ્મ ઓટીટી પર આવશે. જાણો ભૂલ ભુલૈયા 3 દર્શકોને કયા ઓટીટી પ્લેટફૉર્મ પર જોઈ શકશે.


કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ ભૂલ ભુલૈયા 3ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભૂલ ભુલૈયા ખૂબ જ મોટી હિટ સાબિત થઈ હતી જેમાં અક્ષય કુમારે કામ કર્યું હતું. તો ભૂલ ભુલૈયા 2 પણ સુપરહિટ રહી હતી. આમાં કાર્તિક આર્યન જોવા મળ્યો હતો.



હવે ભૂલ ભુલૈયા 3માં પણ કાર્તિક આર્યન રૂહ બાબાના પાત્રમાં જોવા મળશે. કાર્તિકે તાજેતરમાં જ પોતાની આ ફિલ્મના નવા પોસ્ટર પરથી પડદો ઉઠાવી લીધો છે. તેણે ફિલ્મનું નવું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે, જેનાથી ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મ પહેલા સિનેમાઘરોમાં આવશે. આ પછી ફિલ્મ OTT પર પણ આવશે. ચાલો જાણીએ કે દર્શકો કયા OTT પર ભૂલ ભુલૈયા 3 જોઈ શકશે.


ભૂલ ભૂલૈયા 3 નેટફ્લિક્સ પર કરવામાં આવશે રિલીઝ
કાર્તિક આર્યન દ્વારા શેર કરાયેલ ભૂલ ભુલૈયા 3 ના પોસ્ટર પરથી એ પણ જાણી શકાયું છે કે ફિલ્મ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પોસ્ટરમાં Netflix સ્ટ્રીમિંગ પાર્ટનર છે. થિયેટર પછી આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવશે. જો કે, ભૂલ ભુલૈયા 3 ની OTT રીલીઝ તારીખ અંગે હજુ સુધી કોઈ માહિતી નથી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)


આ ફિલ્મ દિવાળી પર સિનેમાઘરોમાં આવશે
ભૂલ ભુલૈયા 3માં કાર્તિક આર્યનની સાથે વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ત્રણેય મુખ્ય કલાકારોની આ ફિલ્મ આ વર્ષે દિવાળીના અવસર પર રિલીઝ થશે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનની બહુપ્રતિક્ષિત ફિલ્મ સિંઘમ અગેન પણ દિવાળી પર રિલીઝ થશે. ભુલ ભુલૈયા 3નું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું છે.

ભૂલ ભૂલૈયા 2 એ 266 કરોડ રૂપિયાની કમાણી કરી
ભૂલ ભુલૈયા 2 ની રિલીઝના અઢી વર્ષ બાદ ભૂલ ભુલૈયા 3 મોટા પડદા પર આવવા જઈ રહી છે. ભૂલ ભુલૈયા 3 પાસેથી ચાહકો અને દર્શકોને ઘણી અપેક્ષાઓ છે. ભૂલ ભૂલૈયા 2 ની વાત કરીએ તો, આ ફિલ્મ મે 2022 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાર્તિકની સાથે કિયારા અડવાણી અને તબુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ 70 કરોડના બજેટમાં બની હતી. જ્યારે તેણે બોક્સ ઓફિસ પર 266 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.

નોંધનીય છે કે આ વર્ષે સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયાની ટક્કર થવાની હતી જેને માટે સતત તારીખો નક્કી કરવા માટે ફિલ્મોની રિલીઝ ડેટ આગળ પાછળ કરવામાં આવી રહી છે જેથી બન્ને સુપર હિટ સિરીઝની બૉક્સ ઑફિસ ક્લેશને ટાળી શકાય. ત્યાર બાદ હવે ભૂલ ભુલૈયા 3ની ઓટીટી રિલીઝની જાહેરાત બાદ હવે સિંઘમ અગેઇનની રિલીઝની જાહેરાતની રાહ જોવાઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 05:36 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK