Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળીમાં થશે અજય દેવગન અને કાર્તિક આર્યનની ટક્કર

દિવાળીમાં થશે અજય દેવગન અને કાર્તિક આર્યનની ટક્કર

15 June, 2024 09:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિંઘમ અગેઇન અને ભૂલભુલૈયા 3 થશે રિલીઝ

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’ દિવાળીમાં રિલીઝ થવાની છે. એ જ દરમ્યાન કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા 3’ પણ રિલીઝ થવાની છે. આ બન્ને બૉક્સ-ઑફિસ પર ટકરાવા માટે તૈયાર થઈ ગઈ છે. વાત કરીએ ‘ભૂલભુલૈયા 3’ની તો આ હૉરર-કૉમેડીમાં કાર્તિકની સાથે વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. હાલમાં જ ‘સિંઘમ અગેઇન’નું કાશ્મીરમાં શૂટિંગ પૂરું કરવામાં આવ્યું છે. ફિલ્મને લઈને લોકોની તાલાવેલી ખૂબ વધી ગઈ છે. રોહિત શેટ્ટીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અક્ષયકુમાર, કરીના કપૂર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઇગર શ્રોફ અને અર્જુન કપૂર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ પહેલાં ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની હતી. જોકે ફિલ્મમાં થોડું કામ બાકી હોવાથી એને પોસ્ટપોન કરવામાં આવી છે. ‘સિંઘમ અગેઇન’ વિશે માહિતી આપતાં અજય દેવગન કહે છે, ‘ફિલ્મમાં હજી કામ બાકી છે. થોડું શૂટિંગ પણ બાકી છે. એથી ફિલ્મને રિલીઝ કરવાની અમને કોઈ ઉતાવળ નથી, કેમ કે ઉતાવળમાં કરેલું કામ ખરાબ થાય છે.’


સ્ત્રી 2 અને પુષ્પા 2 : ધ રૂલનો થશે બૉક્સ-ઑફિસ પર ક્લૅશ



શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી 2’ની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. એ જ વખતે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘પુષ્પા 2 : ધ રૂલ’ પણ રિલીઝ થવાની છે. એથી એમ કહી શકાય કે બૉક્સ-ઑફિસ પર ખૂબ મોટી ટક્કર થવાની છે. આ જ ફિલ્મ સાથે અક્ષયકુમારની ‘ખેલ ખેલ મેં’ પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ, ફરદીન ખાન અને વાણી કપૂર જોવા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2024 09:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK