Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Viral Photos: હાઇ લા, આ ઋતિક રોશન અને કિયારા અડવાણી ઇટાલીમાં શું કરી રહ્યા છે?

Viral Photos: હાઇ લા, આ ઋતિક રોશન અને કિયારા અડવાણી ઇટાલીમાં શું કરી રહ્યા છે?

Published : 24 September, 2024 03:35 PM | Modified : 24 September, 2024 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કલાકારોની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેને કારણે આપણને આ નવી નક્કોર જોડીનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે.

ઋતિક રોશન અને કિયારા અડવાણીની આ બ્રાન્ડ ન્યુ જોડીની તસવીરો વાઇરલ થઇ છે

ઋતિક રોશન અને કિયારા અડવાણીની આ બ્રાન્ડ ન્યુ જોડીની તસવીરો વાઇરલ થઇ છે


કિયારા અડવાણી અને હૃતિક રોશન હાલમાં અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત તેમની આગામી ફિલ્મ `વોર 2` માટે રોમેન્ટિક ટ્રેક માટે ઈટાલીમાં શૂટિંગ કરી રહ્યા છે. ઇટલીમાં લોકલ સ્પોટ પર ગીત માટે શૂટિંગ કરી રહેલા કલાકારોની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેને કારણે આપણને આ નવી નક્કોર જોડીનો ફર્સ્ટ લૂક જોવા મળ્યો છે. હૃતિક અને કિયારા પહેલીવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે અને ફોટોઝ પરથી જ તેમની વચ્ચેની કેમિસ્ટ્રી કેવી ધાંસુ હશે એ કલ્પી શકાય છે.



સોશિયલ મીડિયા પર સામે આવેલી તસ્વીરોમાં, કિયારાના વાળ છૂટ્ટા છે અને તેણે મીની રેડ ડ્રેસ પહેર્યો છે. એણે મસ્ત મોજીલી સ્ટાઇલમાં હૃતિકનો હાથ પકડ્યો છે. `ક્રિશ` સ્ટાર ટી-શર્ટ અને ડેનિમ પેન્ટ પર પહેરેલા કેઝ્યુઅલ શર્ટમાં શાનદાર દેખાઈ રહ્યો છે. ઋતિક રોશન તો હંમેશા ગ્રીક ગૉડ જેવો જ દેખાતો હોય છે અને આ લૂકમાં પણ તે હેન્ડસમ હંક લાગી રહ્યો છે.



વૉર 2 ઑક્ટોબર 2023 માં ફ્લોર ગઇ હતી. આ ફિલ્મ 2019ની હિટ ફિલ્મની સિક્વલ છે જેમાં ઋત્વિક રોશનની સાથે ટાઇગર શ્રોફ પણ હતો. સિક્વલમાં રોશન જુનિયર એનટીઆર સાથે વૉરમાં હશે. જુનિય એનટીઆર આ ફિલ્મ સાથે બૉલિવૂડમાં ડેબ્યૂ કરશે. ઘુંઘરૂ સોંગની જેમ જ વોર 2નો રોમેન્ટિક ટ્રેક ઈટાલીમાં શૂટ થશે.


બે અઠવાડિયા પહેલા મિડ-ડેએ અહેવાલ આપ્યો હતો કે  વૉર 2 ની ટીમ રોમેન્ટિક ટ્રેક શૂટ કરવા માટે ઇટાલી જશે. ઋિતિક કિયારા અને વૉર 2ના ચાહકોને યાદ હશે કે વૉરના ચાર્ટબસ્ટર સોંગ ઘુંઘરુંનું શૂટિંગ ઇટાલીના અમાલ્ફી કોસ્ટમાં પોસિટાનોના દરિયાકિનારા પર કરવામાં આવ્યું હતું. આ વખતે, મુખર્જી અને નિર્માતા આદિત્ય ચોપરાએ વેનિસ અને લેક ​​કોમો જેવા કાયમી સ્પોટ્સ પર પસંદગીનો કળશ ઉતાર્યો છે છતાં પણ તેમણે ઓછા દેખાયેલા લોકેશન્સ પસંદ કર્યા છે અને સોંગનું શૂટ કર્યું છે.  સુત્રો અનુસાર, “ઇટલીનું શેડ્યૂલ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે અને લગભગ 15 દિવસ સુધી ચાલશે. અયાને ગીતના શૂટિંગ માટે પહેલા છ દિવસ ફાળવ્યા છે. હૃતિક અને કિયારાને આજે બૉલીવુડના બે સૌથી હૉટ કલાકારો ગણાવનારા  દિગ્દર્શક ઈચ્છે છે કે વીડિયો તેમના ગ્લેમરને ન્યાય આપે. ધુંઘરુંના ડાન્સ સ્ટેપ્સ પણ બહુ જ પૉપ્યુલર થયા હતા. ગીતે પણ ઇન્સ્ટાગ્રામ પર ધુમ મચાવી હતી.
પ્રીતમ દ્વારા રચિત રોમેન્ટિક ટ્રેકને મોટા પાયે ભવ્ય રીતે શૂટ કરાઇ રહ્યો છે.  તેનું શૂટિંગ વેનિસ, ટસ્કની, લેક કોમો, નેપલ્સ, અમાલ્ફી કોસ્ટ અને સોરેન્ટો પેનિન્સુલાના લોકેશન્સ પર કરવામાં આવશે. ગીતનું શૂટ પતે એ પછી, યુનિટ ઑક્ટોબરની શરૂઆતમાં ભારત પાછા ફરતા પહેલા હાઇ-ઓક્ટેન એક્શન સિક્વન્સ અને કેટલાક ડ્રામેટિક દ્રશ્યો પર કામ કરશે.
સિક્વલ, આવતા વર્ષે 14 ઓગસ્ટે રિલીઝ થવાની છે, ઋતિક રોશનના પાત્ર કબીર ધાલીવાલની વાર્તા આ સિક્વલમાં આગળ વધશે, જે એક R&AW એજન્ટ હતો પણ હવે એ બીજા જ રસ્તે વળી ગયો છે. સપ્ટેમ્બરના શૂટ શિડ્યુલ પછી પછી, ડિરેક્ટર આગામી વર્ષની શરૂઆતમાં બીજા બે વધુ શેડ્યૂલ, એક આંતરરાષ્ટ્રીય અને બીજું મુંબઈમાં પ્લાન કરે તેવી શક્યતા છે.
કિયારા અડવાણી અને ઋતિકની જોડી જોવા માટે ચાહકો એક્સાઇટેડ છે. જોઇએ આ ગીત તમારા ડાન્સ નંબર્સમાં કયા સ્પોટ પર સડસડા ચડી જવાનું છે.  કિયારા અડવાણીએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન કર્યા પછી એ બૉલીવુડનું નવું પાવર કપલ છે એમ કહેવમાં કોઇ અતિશયોક્તિ નથી. ઋતિક રોશને આ પહેલાં પોતાના એક્શન અને ડાન્સથી લોકોના મન મોહી લીધા છે અને આ ફિલ્મમાં પણ એવું કરીને તે સફળતાને હાથવગી કરી લેશે તેવી પુરી શક્યતાઓ વર્તાય છે.


Whatsapp-channel Whatsapp-channel

24 September, 2024 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK