ફિલ્મની સ્ટોરી ત્રણ મહિલાઓની છે, જેઓ જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે

કરીના કપૂર
કરીના કપૂર ખાને તેની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મને અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે એકતા કપૂર સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. રાજેશ ક્રિશ્નન એને ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મની સ્ટોરી ત્રણ મહિલાઓની છે, જેઓ જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરે છે. એવામાં તેમના પર એક અણધારી આફત આવી પડે છે અને એમાં તેઓ ફસાઈ જાય છે. આ ફિલ્મમાં કરીના સાથે તબુ અને ક્રિતી સૅનન લીડ રોલમાં દેખાશે. ફિલ્મનું શૂટિંગ પૂજાવિધિ સાથે કરવામાં આવ્યું છે. રિયાએ ક્લૅપબોર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એના પર કમેન્ટ કરતાં કરીનાએ લખ્યું છે, ‘હું તૈયાર છું. લવ યુ રિયા.’ ક્રિતીએ લખ્યું હતું, ‘ફાઇનલી. અતિશય એક્સાઇટેડ છું.’