‘ભારતમાં મહિલાઓના અભ્યાસ માટે સાવિત્રીબાઈ ફુલેએ ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું. વિમેન એમ્પાવરમેન્ટ માટે ટેક્સબુકમાં તેમની લાઇફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પત્રલેખા
પત્રલેખા હવે એપ્રિલમાં તેની ‘ફુલે’નું શૂટિંગ શરૂ કરવાની છે. તે થોડા સમય પહેલાં વેબ-શો ‘આર યા પાર’માં જોવા મળી હતી. તે હવે ‘ફુલે’માં પ્રતીક ગાંધી સાથે દેખાશે. તે ફિલ્મમાં સાવિત્રીબાઈ ફુલેનું પાત્ર ભજવી રહી છે, જેમણે મહિલાઓના અભ્યાસ માટે કૅમ્પેન શરૂ કરાવ્યું હતું. તેમના પતિ જ્યોતિબા ફુલેનું પાત્ર પ્રતીક ગાંધી ભજવી રહ્યો છે. તે ડિરેક્ટર અનંત મહાદેવનની ઑફિસમાં જોવા મળી હતી. આ વિશે પત્રલેખાએ કહ્યું કે ‘ભારતમાં મહિલાઓના અભ્યાસ માટે સાવિત્રીબાઈ ફુલેએ ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું. વિમેન એમ્પાવરમેન્ટ માટે ટેક્સબુકમાં તેમની લાઇફનો સમાવેશ કરવામાં આવ્યો છે. મધર ઑફ ઇન્ડિયન ફૅમિનિઝમના પાત્રને સ્ક્રીન પર રજૂ કરવું મારા માટે ગર્વની વાત છે.’