Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવીના ચેન્નઈમાં આવેલા મકાનમાં ભાડેથી રહેવાની લોકોને મળશે તક

શ્રીદેવીના ચેન્નઈમાં આવેલા મકાનમાં ભાડેથી રહેવાની લોકોને મળશે તક

03 May, 2024 05:43 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Airbnbના માધ્યમથી અહીં રેન્ટ પર રહેવા આવનારા લોકોને સાઉથ ઇન્ડિયન ફૂડનો સ્વાદ ચાખવા મળશે.

શ્રીદેવીની તસવીર

શ્રીદેવીની તસવીર


શ્રીદેવીના ચેન્નઈમાં આવેલા મકાન સાથે તેની અનેક યાદો જોડાયેલી છે. આ મકાનમાં જાહ્નવી કપૂરનું બાળપણ પણ પસાર થયું છે. હવે આ મકાનમાં લોકોને ભાડા પર રહેવાની તક મળશે. Airbnb એક વેકેશન રેન્ટલ કંપની છે જેણે આ મકાનને આઇકન્સની કૅટેગરીમાં સામેલ કર્યું છે. Airbnbના માધ્યમથી અહીં રેન્ટ પર રહેવા આવનારા લોકોને સાઉથ ઇન્ડિયન ફૂડનો સ્વાદ ચાખવા મળશે. જાહ્નવીનાં બ્યુટી સીક્રેટ્સની સાથે યોગ કરવા માટે આહ્લાદક વાતાવરણ મળી રહેશે. બાર મેથી આ સગવડ શરૂ થવાની છે. એ વિશે જાહ્નવી કહે છે,  ‘આ ઘર મારી મમ્મીના વારસાનું પ્રતીક છે. તેણે જ્યારે કામ કરવાની શરૂઆત કરી ત્યારે તેણે આ મકાન ખરીદ્યું હતું. આ ખરેખર ખૂબ કીમતી છે. અહીં તમને સારી એનર્જી મળી રહેશે. આ મકાનમાં અમારી યાદોનો સંગ્રહ છે, રમણીય દૃશ્યો, બીચ અને આરામ કરવાનું આ યોગ્ય સ્થાન છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 05:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK