Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હેર-ટ્રાન્સપ્લાન્ટ માટે બોની કપૂરે પૈસા નહોતા આપ્યા, સામેથી મળ્યા હતા

હેર-ટ્રાન્સપ્લાન્ટ માટે બોની કપૂરે પૈસા નહોતા આપ્યા, સામેથી મળ્યા હતા

Published : 31 October, 2026 10:46 AM | Modified : 31 October, 2026 11:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉફી વિથ કરણની નવમી સીઝનમાં જાહ્‌નવી કપૂર અને અર્જુન કપૂરે કર્યો ખુલાસો

બોની કપૂરના હેર ટ્રાન્સપ્લાન્ટનો ખુલાસો

બોની કપૂરના હેર ટ્રાન્સપ્લાન્ટનો ખુલાસો


હાલમાં ‘કૉફી વિથ કરણ’ની નવમી સીઝનમાં જાહ્‌નવી કપૂર અને અર્જુન કપૂરે હાજરી આપી હતી. આ શોમાં રૅપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન તેમણે પપ્પા બોની કપૂર વિશે ખુલાસો કર્યો હતો કે તેમના પપ્પાએ હેર-ટ્રાન્સપ્લાન્ટ માટે પૈસા નહોતા આપ્યા પણ તેમને આ માટે સામેથી પૈસા મળ્યા છે. જાહ્‌નવી અને અર્જુનના પપ્પા અને પ્રોડ્યુસર બોની કપૂરે ૨૦૨૪માં હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું, ત્યાર બાદ તેમના બદલાયેલા લુકની ખૂબ ચર્ચા થઈ હતી. નવા લુકને કારણે બોની કપૂરે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બોની કપૂરના હેર-ટ્રાન્સપ્લાન્ટ વિશે વાત કરતાં જાહ્‌નવીએ ખુલાસો કર્યો હતો કે એક બ્રૅન્ડ સાથેના કરાર હેઠળ તેના પપ્પાને હેર-ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની ઑફર મળી હતી એટલું જ નહીં, આ માટે તેમણે કોઈ પૈસા ચૂકવવા પડ્યા નહોતા, ઊલટાના તેમને પૈસા આપવામાં આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK