કાસ્ટિંગ કાઉચના અનુભવ વિશે ઈશા કોપ્પીકરે કહ્યું...
ઈશા કોપ્પીકર
ઈશા કોપ્પીકર હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આવી એ પહેલાં તેણે તામિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મોથી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. બાદમાં ૨૦૦૦માં આવેલી ‘ફિઝા’ દ્વારા તેણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પછીથી તો તેણે ‘દિલ કા રિશ્તા’, ‘ક્રિષ્ના કૉટેજ’, ‘ક્યા કૂલ હૈં હમ’ અને ‘સલામ-એ-ઇશ્ક’ જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. બૉલીવુડના ફેમસ ઍક્ટરે એકલી મળવા બોલાવી હતી એ ઘટનાને યાદ કરતાં ઈશા કોપ્પીકર કહે છે, ‘હું જ્યારે ૨૩ વર્ષની હતી ત્યારે એક ઍક્ટરે મને એકલી મળવા બોલાવી હતી. મારા ડ્રાઇવર કે અન્ય કોઈને પણ સાથે લાવવાની મનાઈ કરી હતી, કારણ કે તેનું નામ અનેક ઍક્ટ્રેસ સાથે જોડાયેલું હતું. એથી તેણે મને કહ્યું કે ‘મારા વિશે વિવાદ છે અને સ્ટાફ મારા વિશે અફવા ફેલાવે છે.’ જોકે મેં તેને મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. મેં તેને કહ્યું કે હું એકલી તો મળવા નહીં આવું. તે હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો ફેમસ ઍક્ટર હતો.’
સાથે જ આજે પણ કેટલીક ઍક્ટ્રેસિસ છે જે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છે. એ વિશે ઈશા કહે છે, ‘તમે શું કામ કરવાની ક્ષમતા ધરાવો છો એ વિશે કોઈ ચર્ચા નથી કરતું. એ વખતે અનેક ઍક્ટ્રેસિસે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી હતી. કાં તો યુવતીઓ હાર માની લે છે કાં તો સામેવાળા હાર માની લે છે. એવા અનેક લોકો છે જેમણે હજી સુધી હાર નથી માની અને ઇન્ડસ્ટ્રીમાં ટકી રહી છે.’


