International Yoga Day 2019:મૌની રોયે શૅર કર્યો મયુરાસનનો વીડિયો
જ્યારે ફિટનેસની વાત આવે તો બોલીવુડના સ્ટાર્સનો ઉલ્લેખ જરૂર થાય છે. કેટલાક સેલેબ્સ પોતાની ફિટનેસને લઈ ખૂબ જ સજાગ રહેતા હોય છે, યોગ અને વર્ક આઉટ તેમજ ડાયેટથી તે પોતાની જાતને ફિટ રાખે છે. આ લિસ્ટમાં મૌની રૉયનું નામ પણ સામેલ છે. મૌની રોયે તાજેતરમાં જ યોગાસનનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પિંચ મયૂરાસનનો કરી રહી છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, ત્યારે મૌની રોયના મયુરાસનનો આ વીડિયો ફેન્સને મોટિવેટ કરી શકે છે.
મૌની રોય જાણીતી અભિનેત્રી છે, જેણે ટેલિવિઝનની દુનિયામાં સફળતા મેળવ્યા બાદ બોલીવુડમાં પણ ડેબ્યુ કર્યો છે. 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. ત્યારે આખા દેશમાં યોગનું આયોજન કરવામાં આવશે. જો યોગને કારણે ફિટનેસ સફરની વાત કરવામાં આવે તો ફિલ્મ સ્ટાર્સ સતત પોતાના ફેન્સને આ માટે મોટિવેટ કરતા રહે છે. તાજેતરમાં જ મૌની રોયે પણ પોતાનો યોગ કરતો વીડિયો શૅર કર્યો છે, જેમાં તે મયુરાસન કરતી દેખાઈ રહી છે.
ADVERTISEMENT
View this post on Instagramपिंच मयूरासना #alilbiterryday #workinprogress Voice over by @rahul.p.patel
આ પહેલા મૌની રોયે યોગ કરતા કેટલાક ફોટોઝ અને વીડિયોઝ શૅર કર્યા હતા. આ રીતે તે પોતાના ફેન્સને હંમેશા ફિટ રહેવા માટે મોટિવેટ કરે છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો મૌની રૉય ટેલિવિઝનનો જાણીતો ચહેરો છે. પાછલા વર્ષે મૌનીએ અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ ગોલ્ડથી બોલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ થયા.