લોકો કમેન્ટ કરી રહ્યા છે કે આવાં દર્શન તો ફક્ત સેલેબ્સને જ મળે છે
સુનીતા આહુજા
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા ખૂબ જ ધાર્મિક છે. તેણે ઘણા ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે જાપથી લઈને ઘરમાં પૂજા-અર્ચના કરવામાં રોજ ત્રણ-ચાર કલાક પસાર કરે છે. હાલમાં તે ઉજ્જૈનના પ્રસિદ્ધ કાલભૈરવ મંદિરમાં પ્રતિમાની એકદમ નજીક બેસીને હાથ જોડીને ધ્યાનમગ્ન અવસ્થામાં જોવા મળી હતી. વિડિયોમાં સુનીતા આહુજા માથે પાલવ લઈને આરામથી હાથ જોડીને ભક્તિમાં લીન છે. તેના આ વિડિયો પર લોકોની પ્રતિક્રિયાઓ આવી છે અને તેમણે સવાલો ઉઠાવ્યા છે.
ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન બાદ કાલભૈરવનાં દર્શનની માન્યતા છે. એવું કહેવાય છે કે એમનાં દર્શન વિના મહાદેવનાં દર્શન અધૂરાં રહે છે એટલું જ નહીં, અહીં પ્રસાદ તરીકે દારૂ ચડાવવામાં આવે છે. જોકે માઇલો લાંબી લાઇનમાં ઊભેલા શ્રદ્ધાળુઓને તેમની સામે માત્ર એક-બે સેકન્ડ ઊભા રહેવાની મંજૂરી હોય છે, પણ આરામથી ધ્યાન કરી રહેલી સુનીતાનો આ વિડિયો જોઈને લોકો કમેન્ટ કરી રહ્યા છે કે ‘આવાં દર્શન તો ફક્ત સેલેબ્સને જ મળે છે. અમે VIP પાસ લઈને પણ આવી પૂજા નથી કરી શકતા.’


