ગૌરી દીકરી સુહાના ખાન સાથે દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળી હતી
ગૌરી-સુહાના એરપોર્ટ પર
શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન સામાન્ય રીતે જાહેર જગ્યા પર ફોટોગ્રાફર્સને તસવીર ક્લિક કરવા માટે ખુશમિજાજ મૂડમાં પોઝ આપે છે. જોકે હાલમાં ફોટોગ્રાફર્સને ગૌરીનો કડવો અનુભવ થયો હતો. હાલમાં ગૌરી દીકરી સુહાના ખાન સાથે દિલ્હી ઍરપોર્ટ પર જોવા મળી હતી. માતા અને પુત્રી બન્ને સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યાં હતાં. સુહાના બ્લુ ડેનિમ સાથે બેઝિક બ્લૅક ટૉપમાં જોવા મળી હતી. જ્યારે ગૌરીએ બ્લુ ડેનિમ અને ઑફ-વાઇટ જૅકેટ પહેર્યું હતું અને બ્લૅક ગૉગલ્સ પહેરીને લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સમયે ઍરપોર્ટ પર હાજર રહેલા ફોટોગ્રાફર્સે તેમને ક્લિક કરવાનો પ્રયાસ કર્યો તો ગૌરી બરાબર અકળાઈ ગઈ. તે ફોટોગ્રાફર્સની અત્યંત નજીક જઈને તેમને કૅમેરા બંધ કરવાની અને તસવીરો ન લેવાની સૂચના આપવા લાગી. આ દરમ્યાન સુહાનાએ પણ ફોટોગ્રાફર્સને ઇગ્નૉર કરવાનું પસંદ કર્યું હતું.


