ગૌરીએ શાહરુખ ખાન, રાની મુખરજી અને કરણ જોહરને નૅશનલ અવૉર્ડ મળ્યો એ બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી
આ અવૉર્ડ મળવાની જાહેરાતથી શાહરુખની પત્ની ગૌરી ઇમોશનલ થઈ ગઈ
શાહરુખ ખાનને ફિલ્મ ‘જવાન’માં નિભાવેલા ડબલ રોલ માટે બેસ્ટ ઍક્ટરનો નૅશનલ અવૉર્ડ મળ્યો છે અને તેની આ જીતથી ફૅન્સ ખુશખુશાલ છે. આ અવૉર્ડ મળવાની જાહેરાતથી શાહરુખની પત્ની ગૌરી ઇમોશનલ થઈ ગઈ છે અને તેણે પતિ શાહરુખ, તેમની નજીકની મિત્ર રાની મુખરજી અને કરણ જોહરને પણ અવૉર્ડ માટે અભિનંદન આપ્યાં. રાનીને ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે અને કરણ જોહરની ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’ને નૅશનલ અવૉર્ડ મળ્યા છે.
ગૌરીએ સોશ્યલ મીડિયા પર શૅર કરેલી તસવીરમાં શાહરુખની સાથે-સાથે કરણ જોહર અને રાની મુખરજીની હાજરી પણ જોવા મળે છે. ગૌરીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ‘જ્યારે ટૅલન્ટ અને ગુડનેસ એકસાથે આવે છે ત્યારે જાદુ થાય છે. મારા ત્રણેય ફેવરિટ્સને મોટી સફળતા મળી છે અને હું ખૂબ ખુશ છું.’
ADVERTISEMENT
ગૌરી અને રાની મુખરજી ૯૦ના દાયકાથી નજીકના મિત્રો છે. એ જ રીતે કરણ જોહર અને ગૌરીની દોસ્તી પણ એટલી જ ગાઢ છે. કરણને તો શાહરુખના પરિવારનો સભ્ય માનવામાં આવે છે અને ગૌરી સાથેનો તેમનો સંબંધ ક્યારેય માત્ર પ્રોફેશનલ નથી રહ્યો. બન્ને એકબીજાના જીવનનો મહત્ત્વનો હિસ્સો છે.


