ganesh chaturthi 2025: નિવેદન શૅર કર્યું છે કે ‘પ્રિય મિત્રો, ઊંડા દુ:ખ સાથે અમે તમને જણાવીએ છીએ કે પરિવારમાં શોકને કારણે આ વર્ષે અમે ગણપતિ ઉજવણી નહીં કરીએ
શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર દર વર્ષે ભવ્ય રીતે ગણેશોત્સવની ઉજવણી કરે છે અને ખૂબ ઉત્સાહ, ભક્તિ અને પ્રેમ સાથે ઘરે ગણપતિનું સ્વાગત કરે છે. જોકે આ વર્ષે શિલ્પા આ તહેવારની ઉજવણી નહીં કરે. શિલ્પાએ ‘ગણપતિ બાપ્પા મોરયા, પુઢ્યા વર્ષી લવકર યા’ કૅપ્શન લખીને પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં એક નિવેદન શૅર કર્યું છે કે ‘પ્રિય મિત્રો, ઊંડા દુ:ખ સાથે અમે તમને જણાવીએ છીએ કે પરિવારમાં શોકને કારણે આ વર્ષે અમે ગણપતિ ઉજવણી નહીં કરીએ. પરંપરા મુજબ અમે ૧૩ દિવસનો શોકનો સમયગાળો પાળીશું અને તેથી કોઈ પણ ધાર્મિક ઉજવણીઓથી દૂર રહીશું. અમે તમારી સમજણ અને પ્રાર્થનાઓની અપેક્ષા રાખીએ છીએ. આભાર સાથે કુન્દ્રા પરિવાર.’


