Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયો ત્યારથી ઍક્શન ફિલ્મ કરવી હતી : કિંગ ખાન

ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયો ત્યારથી ઍક્શન ફિલ્મ કરવી હતી : કિંગ ખાન

28 December, 2022 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘પઠાન’માં ઍક્શન કરતો જોવા મળશે

શાહરુખ ખાન

શાહરુખ ખાન


શાહરુખ ખાનનું કહેવું છે કે તે જ્યારથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો છે ત્યારથી તેને ઍક્શન ફિલ્મ કરવી હતી. આદિત્ય ચોપડાએ જ્યારે શાહરુખને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ઑફર કરી હતી ત્યારથી તેને ઍક્શન ફિલ્મ કરવી હતી. તે હવે યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘પઠાન’માં ઍક્શન કરતો જોવા મળશે. આ વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું કે ‘હું ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયો ત્યારથી મારે ઍક્શન ફિલ્મ કરવી હતી. મેં અને આદિત્યએ જ્યારે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે મારા માટે ઍક્શન ફિલ્મ લખી હતી. મને નહોતી ખબર કે હું રોમૅન્સ અથવા તો સોશ્યલ ડ્રામા કરીશ. જોકે એક દિવસ તે મારી પાસે આવ્યો અને કહ્યું કે આપણે આ પ્લાન પડતો મૂકીએ. મને એક લવ સ્ટોરીનો આ​ઇડિયા આવ્યો છે.’

ત્યાર બાદ એ ફિલ્મ હિસ્ટરી બની ગઈ અને દુનિયાને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ મળી છે. એ વિશે વાત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘મને આ વખતે આદિત્યે જ્યારે ‘પઠાન’ વિશે કહ્યું ત્યારે મેં તરત જ મારી ટીમને કહ્યું કે તે ફરી કૅન્સલ કરે એ પહેલાં આ ફિલ્મ શરૂ કરી દઈએ. કોવિડને કારણે થોડાઘણા શૂટિંગની પરવાનગી હતી અને મેં બૉડી પણ બનાવી દીધી. તેમણે મને કહ્યું હતું કે હું કૂલ ઍક્શન કરું અને હું એમાં ખૂબ જ સરળ છું.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2022 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK