જોકે આ તસવીરોમાં લોકોનું સૌથી વધુ ધ્યાન આરાધ્યાની હાઇટ પર ગયું છે, કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઐશ્વર્યાની દીકરી હવે તેની મમ્મી કરતાં ઊંચી થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ઐશ્વર્યાની ઊંચાઈ ૫ ફુટ ૭ ઇંચ છે.
ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયે સોશ્યલ મીડિયા પર આ પારિવારિક ઉજવણીની ઝલક શૅર કરી હતી
ઐશ્વર્યા રાયે હાલમાં દીકરી આરાધ્યા બચ્ચન અને રાય પરિવારના અન્ય સભ્યો સાથે પોતાના ભાણેજ શિવાંશ રાયનો જન્મદિવસ ઊજવ્યો હતો. ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયે સોશ્યલ મીડિયા પર આ પારિવારિક ઉજવણીની ઝલક શૅર કરી હતી. જોકે આ તસવીરોમાં લોકોનું સૌથી વધુ ધ્યાન આરાધ્યાની હાઇટ પર ગયું છે, કારણ કે આ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઐશ્વર્યાની દીકરી હવે તેની મમ્મી કરતાં ઊંચી થઈ ગઈ છે. રિપોર્ટ પ્રમાણે ઐશ્વર્યાની ઊંચાઈ ૫ ફુટ ૭ ઇંચ છે, જ્યારે તસવીરોમાં આરાધ્યા મમ્મી કરતાં જરાક વધારે હાઇટવાળી દેખાઈ રહી છે.
