બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોસલા કુમારની માતાનું નિધન થયું છે. અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.
તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ
બૉલિવૂડ એક્ટ્રેસ અને ફિલ્મ નિર્દેશક દિવ્યા ખોંસલા કુમાર (Divya Khosla Kumar) પર દુઃખોના પહાડ તૂટ્યા છે. એક્ટ્રેસની માતાનું નિધન થઈ ગયું છે. આ વાતની માહિતી તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શૅર કરી છે. દિવ્યા ખોસલા કુમારે ઈન્સ્ટાગ્રામ પર માતા સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે જેમાં તે તેમની મસ્તી કરતી જોવા મળે છે. કોઈક તસવીરમાં દિવ્યા માતાને ભેટતી જોવા મળે છે તો કોઈક તસવીરમાં તેમની મા તેમને અને તેમના દીકરાને વ્હાલ કરતી પણ જોવા મળે છે.
View this post on Instagram
ADVERTISEMENT
માતાના નિધનથી દિવ્યાને ખૂબ જ દુઃખ થયું અને તે પોતાના આ દુઃખને તેણે સોશિયલ મીડિયા દ્વારા જાહેર કર્યું છે. દિવ્યાએ પોતાની પોસ્ટમાં લખ્યું, "મમ્મા, થોડોક સમય પહેલા મેં મારી પોતાની માતાને ગુમાવી દીધી છે. મારા મનમાં હવે હંમેશ માટે ખાલીપણું આવી ગયું છે. હું તમારી સાથે તમારા આશીર્વાદ, મૉરેલ વેલ્યૂ લઈને ચાલીશ... મારી સૌથી સુંદર માતા. તમારી દીકરી તરીકે જન્મ લેવાનો ખૂબ જ ગર્વ છે. હું તમને ખૂબ જ પ્રેમ કરું છું મા. ઓમ શાંતિ."
દિવ્યાના પોસ્ટ પર તમામ સેલેબ્સે રિએક્ટ કર્યું છે. મોનાલિસાએ કોમેન્ટ કરતા લખ્યું. "ઓમ શાંતિ". આ સિવાય ઉર્વશી રૌતેલા, પુલકિત સમ્રાટ, માહી વિજ, ગૌતમ ગુલાટી સહિત તમામ સેલેબ્સે દિવ્યાની પોસ્ટ પર કોમેન્ટ કરતા તેમની માતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.
વાત કરીએ દિવ્યા ખોસલા કુમારની તો તે ઈન્ડસ્ટ્રીની જાણીતી નિર્માતા અને નિર્દેશક છે. દિવ્યા, ટી સીરીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમારની પત્ની છે. દિવ્યાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ `લવ ટુડે` દ્વારા પોતાના એક્ટિંગ કરિઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે અબ તુમ્હારે હવાલે વતન સાથિયોં, બુલબુલ, સત્યમેવ જયતે 2 જેવી ફિલ્મોમાં પણ જોવા મળી. એક્ટ્રેસે યારિયાં અને સનમ રે ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. દિવ્યા આ સિવાય કેટલાક મ્યૂઝિક એલબમમાં પણ જોવા મળી ચૂકી છે.
યારિયાં 2 લઈને આવી રહી છે દિવ્યા
તાજેતરમાં એક્ટ્રેસે પોતાની ફિલ્મ યારિયાં 2ની જાહેરાત કરી હતી. દિવ્યા આ વર્ષે 20 ઑક્ટોબર 2023ને રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા દિવ્યા ખોસલા સાત વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબૅક કરી રહી છે. તેમની લાસ્ટ ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ `સનમ રે` હતી.
View this post on Instagram
`યારિયાં 2`ની સ્ટારકાસ્ટની વાત કરીએ તો ફિલ્મમાં મીઝાન જાફરી, વરીના હુસેન, અનસવારા રાજાન, પર્લ વી પુરી અને પ્રિયા પ્રકાશ વૉરિયર પણ છે. જે આ ફિલ્મ સાથે બૉલિવૂડમાં પોતાની શરૂઆત કરી રહી છે. ફિલ્મના મેકર ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, દિવ્યા કુમાર ખોસલા અને આયુષ મલ્હોત્રા છે.


