દિલીપ કુમારને લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સે કર્યા સન્માનિત
દિલીપ કુમારને ફિલ્મોમાં તેમના યોગદાનને જોતાં લંડનના વર્લ્ડ બુક ઑફ રેકૉર્ડ્સે સન્માનિત કર્યા છે. તેમની તબિયત ઠીક ન હોવાથી સર્ટિફિકેટ ઑફ ઑનર સાયરા બાનોને આપવામાં આવ્યું છે. એ દરમ્યાન તેમના ફૅમિલીના સદસ્યોની સાથે દિલીપ કુમારના ભાઈ અસલમ ખાન પણ હાજર હતા.