Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર અને એની સીક્વલનું દિવંગત સતીશ કૌશિક સાથે છે સ્પેશ્યલ કનેક્શન

ધુરંધર અને એની સીક્વલનું દિવંગત સતીશ કૌશિક સાથે છે સ્પેશ્યલ કનેક્શન

Published : 24 March, 2026 11:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ફિલ્મની શરૂઆતમાં દિવંગત અભિનેતા સતીશ કૌશિકને આપવામાં આવેલી ક્રેડિટ્સ વિશે પણ ચર્ચા ચાલી રહી છે

સતીશ કૌશિક

સતીશ કૌશિક


ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ અને એની સીક્વલ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બન્નેને સારી સફળતા મળી છે. આ બન્ને ફિલ્મની શરૂઆતમાં દિવંગત અભિનેતા સતીશ કૌશિકને આપવામાં આવેલી ક્રેડિટ્સ વિશે પણ ચર્ચા ચાલી રહી છે. ફિલ્મની શરૂઆતની ક્રેડિટ્સમાં સતીશ કૌશિકની પત્ની શશી કૌશિક અને તેમના પરિવારનું નામ જોવા મળે છે જેને લઈને ઘણા લોકો કન્ફ્યુઝ્ડ છે.

આ ક્રેડિટ્સ વિશે ખુલાસો કરતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે ‘હકીકતમાં ‘ધુરંધર’ ટાઇટલના રાઇટ્સ સતીશ કૌશિક પાસે હતા. તેઓ આ નામથી ફિલ્મ બનાવવા માગતા હતા અને ઘણી વાર આના વિશે ચર્ચા પણ કરી હતી. જોકે ૨૦૨૩માં તેમના અચાનક નિધનને કારણે આ સપનું અધૂરું રહી ગયું. એ પછી ફિલ્મની ક્રેડિટ્સમાં શશી કૌશિકનું નામ જોઈને મને ખૂબ આનંદ થયો, કારણ કે આ રીતે મારા મિત્ર સતીશ કૌશિકનું નામ પણ ફિલ્મ સાથે જોડાયેલું રહ્યું.’



રિપોર્ટ્સ મુજબ આદિત્ય ધરે ‘ધુરંધર’ ટાઇટલના હક મેળવવા માટે શશી કૌશિક અને તેમના ભાણેજ નિશાંત કૌશિકનો સંપર્ક કર્યો હતો. બન્ને રાજીખુશી આ ટાઇટલના રાઇટ્સ તેમને આપી દીધા હતા. એને કારણે ‘ધુરંધર’ અને ‘ધુરંધર ઃ ધ રિવેન્જ’ની ક્રેડિટ્સમાં સતીશ કૌશિક અને તેમના પરિવારનો ખાસ આભાર માનવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK