Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, બાવીસ કામદારને અસર

બોઇસરના ફાર્મા યુનિટમાં કેમિકલ લીકેજ, બાવીસ કામદારને અસર

Published : 24 March, 2026 08:15 AM | Modified : 24 March, 2026 09:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આંખમાં બળતરા અને ગૂંગળામણ થવાને કારણે તમામ કામદારોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બોઇસરમાં તારાપુર MIDCમાં એક ફાર્માસ્યુટિકલ યુનિટમાં કેમિકલ લીકેજ થતાં બાવીસ કામદારોને અસર થઈ હતી. આંખમાં બળતરા અને ગૂંગળામણ થવાને કારણે તમામ કામદારોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.

રવિવારે બપોરે ૧.૪૫ વાગ્યે ટૅન્કરમાં ડાયમિથાઇલ સલ્ફેટ ટ્રાન્સફર કરતી વખતે આ ઘટના બની હતી. ટૅન્કરની વેન્ટ લાઇનમાંથી થોડું કેમિકલ ઓવરફ્લો થઈ ગયું અને જમીન પર ઢોળાઈ ગયું હતું. ત્યાર બાદ કેમિકલને વિશુદ્ધ કરવાની પ્રક્રિયા દરમ્યાન ધુમાડો થતાં કામદારોને અસર થઈ હતી. ડાયમિથાઇલ સલ્ફેટના ગુણધર્મોને કારણે કામદારોને આંખોમાં બળતરા થઈ હતી અને અમુકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. શરૂઆતમાં કામદારોને યુનિટમાં જ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા, પછી લક્ષણો ચાલુ રહેતાં સાંજે ૭ વાગ્યે હૉસ્પિટલમાં ખસેડાયા હતા. બધા જ અસરગ્રસ્તોની તબિયત સારી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.



જુહુ-કોલીવાડામાં ટીનેજરની હત્યા, મિત્ર ઘાયલ અને આરોપી ફરાર


જુહુ-કોલીવાડામાં મામૂલી બાબતે ઝઘડો થતાં ૧૬ વર્ષના ટીનેજરની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ બનાવમાં બીજા એક ટીનેજરને ઈજા થઈ હતી. રવિવારે રાતે જુહુ-કોલીવાડામાં બનેલી આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ સામાન્ય દલીલ થયા બાદ આરોપીએ ટીનેજર્સ પર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. એને લીધે એકનું મૃત્યુ થયું હતું અને બીજા ટીનેજરને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને શોધવા માટે પોલીસે તપાસ-ટીમો રવાના કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 March, 2026 09:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK