Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Devara Part 1 Shooting: નવાં શૂટિંગ માટે જુનિયર એનટીઆર પહોંચ્યો ગોવા, ગીતનું પણ શૂટિંગ થશે

Devara Part 1 Shooting: નવાં શૂટિંગ માટે જુનિયર એનટીઆર પહોંચ્યો ગોવા, ગીતનું પણ શૂટિંગ થશે

19 March, 2024 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Devara Part 1 Shooting: શૂટિંગ શેડ્યૂલ આજથી શરૂ થયું છે અને એક અઠવાડિયા સુધી ચાલવાનું છે. સૈફ અલી ખાન પણ ટૂંક સમયમાં ગોવાના શેડ્યૂલમાં સામેલ થવા થશે

ફિલ્મ `દેવરા પાર્ટ 1`

ફિલ્મ `દેવરા પાર્ટ 1`


કી હાઇલાઇટ્સ

  1. થોડા સમય પહેલા `દેવરા ભાગ 1`ની પ્રથમ ઝલક દર્શાવવામાં આવી હતી
  2. ફિલ્મ ઓક્ટોબરમાં આવી રહી છે
  3. પ્રારંભિક ચેપ્ટર 10 ઓક્ટોબર, 2024ના રોજ રીલીઝ થશે

સાઉથ સુપરસ્ટાર જુનિયર NTRની `RRR` તો ભવ્ય સફળતાને પામી. એ બાદ આ વર્ષે તેની `દેવરા પાર્ટ 1` આવવા જઈ રહી છે ત્યારે અભિનેતા જુનિયર એનટીઆર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યો છે. દરમિયાન, આ ફિલ્મને લગતું હવે એક નવું અપડેટ (Devara Part 1 Shooting) સામે આવ્યું છે.

હૈદરાબાદમાં અગાઉના વ્યસ્ત શેડ્યૂલને પૂર્ણ કર્યા બાદ એનટીઆર જુનિયર હવે આગામી શૂટ (Devara Part 1 Shooting) શેડ્યૂલ શરૂ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે અભિનેતા આગામી શૂટ શેડ્યૂલ માટે ગોવામાં છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે આ સમયગાળા દરમિયાન એક ગીતનું શૂટિંગ પણ કરવામાં આવનાર છે. `દેવરાઃ પાર્ટ 1`નું ગોવા શૂટિંગ શેડ્યૂલ આજથી શરૂ થયું છે અને એક અઠવાડિયા સુધી ચાલવાનું છે. સૈફ અલી ખાન પણ ટૂંક સમયમાં ગોવાના શેડ્યૂલમાં સામેલ થવા થશે એવા અહેવાલો મળી રહ્યા છે.



થોડા સમય પહેલા `દેવરા ભાગ 1`ની પ્રથમ ઝલક દર્શાવવામાં આવી હતી. જેણે ભારતીય સિનેમામાં સર્વકાલીન સૌથી વધુ જોવાયેલી ઝલક બનીને અસંખ્ય રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે જ્યારે ફિલ્મના પાર્ટનું શૂટિંગ ગોવામાં થઈ રહ્યું છે ત્યારે ફિલ્મની રાહ જોઈ રહેલા દરેક માટે આનંદના અપડેટ છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jr NTR (@jrntr)


તમને જણાવી દઈએ કે જ્યારથી ફિલ્મ `દેવરા પાર્ટ 1`ની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તે સતત સમાચારોમાં રહી છે. આ પહેલાં પણ જ્યારે ફિલ્મ `દેવરા પાર્ટ 1`ના ટીઝર રિલીઝ થયું હતું ત્યારે દર્શકો રાજી થઈ ગયા હતા. જુનિયર એનટીઆરની આ મોટા બજેટની ફિલ્મ અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી.

Devara Part 1 Shooting: પરંતુ સત્તાવાર પોસ્ટ જાહેર કર્યા બાદ નિર્માતાઓએ સ્પષ્ટતાં કરી હતી કે ફિલ્મ ઓક્ટોબરમાં આવી રહી છે. હવે જ્યારે ફિલ્મ રિલીઝ માટે તૈયાર થઈ રહી છે, ત્યારે `દેવરા પાર્ટ 1` સાથે જોડાયેલા સ્ટાર્સ ટૂંક સમયમાં જ ફિલ્મનું પ્રમોશન શરૂ કરતાં જોવા મળશે.

રસપ્રદ વાત એ છે કે મેગ્નમ ઓપસ મેન ઓફ માસેસ NTR જુનિયરની 2016ની હિટ ફિલ્મ `જનથા ગેરેજ` પછી ફિલ્મ નિર્માતા કોરાટાલા સિવા સાથેનો બીજો મોટો સહયોગ દર્શાવે છે, જેણે પ્રેક્ષકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મેળવી હતી.

બે ચેપ્ટરમાં રીલીઝ થશે આ ફિલ્મ

કોરાતાલા શિવ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ `દેવારા` (Devara Part 1 Shooting) બે ભાગમાં રિલીઝ થવાની છે. તમને જણાવી દઈએ કે પ્રારંભિક ચેપ્ટર 10 ઓક્ટોબર, 2024ના રોજ રીલીઝ થશે કારણકે તે દશેરા સપ્તાહના અંત સાથે સુસંગત છે.

આ મેગ્નમ ઓપસનું પ્રોડક્શન યુવાસુધા આર્ટસ અને એનટીઆર આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે અને નંદમુરી કલ્યાણ રામ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત અનિરુદ્ધ રવિચંદરે આપ્યું છે અને સિનેમેટોગ્રાફી આર. રથનાવેલુ દ્વારા કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2024 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK