અભિનેતા અને કૉમનવેલ્થ ગ્લોબલ યૂથ એમ્બેસેડર દારાસિંહ ખુરાનાએ તાજેતરમાં જ એક ખાસ ક્ષણ શૅર કરી હતી. તેમણે પોતાની જૂની કૉ-એક્ટર હરનાઝ કૌર સંધૂ અને સિમરત કૌરને યાદ કરી હતી, જેની નવી ફિલ્મો એક જ દિવસે થિયેટરમાં રિલીઝ થઈ હતી.
દારાસિંહ ખુરાનાએ પોતાના ડેબ્યૂ કૉ-એક્ટર હરનાઝ સંધૂ અને સિમરત કૌરને કરી યાદ
અભિનેતા અને કૉમનવેલ્થ ગ્લોબલ યૂથ એમ્બેસેડર દારાસિંહ ખુરાનાએ તાજેતરમાં જ એક ખાસ ક્ષણ શૅર કરી હતી. તેમણે પોતાની જૂની કૉ-એક્ટર હરનાઝ કૌર સંધૂ અને સિમરત કૌરને યાદ કરી હતી, જેની નવી ફિલ્મો એક જ દિવસે થિયેટરમાં રિલીઝ થઈ હતી.
આ ટ્રાયો પહેલીવાર 2022ની પંજાબી ઍક્શન-કૉમેડી બાઈ જી કુટ્ટાંગેમાં સાથે જોવા મળ્યો હતો, જેનું નિર્દેશન સ્મીપ કાંગે કહ્યું હતું. આ ત્રણેય માટે ખૂબ જ મહત્ત્વની ફિલ્મ હતી. મિસ્ટર ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યા બાદ આ દારાસિંહ ખુરાનાની એક્ટર તરીકેની પહેલી ફિલ્મ હતી. હરનાઝ સંધુની પણ આ પહેલી ઑન-સ્ક્રીન ઝલક હતી, જેના પછી તેમણે મિસ યૂનિવર્સ 2021નો તાજ જીત્યો હતો. તો, સિમરત કૌર, જે પહેલાથી સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી હતી, આ ફિલ્મમાં દેવ ખરૌડ, ઉપાસના સિંહ અને ગુરપ્રીત ગુગ્ગી જેવા કલાકારો સાથે જોવા મળી હતી.
ADVERTISEMENT
ત્યાર બાદ, ત્રણેયના કરિઅર જુદી-જુદી દિશામાં આગળ વધ્યા હતા. હરનાઝે પોતાની પહેલી બૉલિવૂડ ફિલ્મ બાગી-4 દ્વારા ડેબ્યૂ કર્યો હતો, જેમાં તેણે ટાઈગર શ્રૉફ અને સોનમ બાજવા સાથે કામ કર્યું. તો, સિમરત કૌર `ધ બૅન્ગોલ ફાઈલ્સ`ની રિલીઝની તૈયારીમાં હતી, જેનું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું અને જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.
દારાસિંહ ખુરાનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો આનંદ અને ગર્વ વ્યક્ત કરતાં લખ્યું હતું, "આ આનંદ અને જૂની યાદોની ક્ષણ છે. કરિઅરની શરૂઆતમાં હરનાઝ અને સિમરક સાથે કામ કર્યું હતું અને હવે તેમનો આ ઝગમગાટ જોવો કમાલ છે, હું બન્નેને શુભેચ્છાઓ પાઠવું છું તેમની નવી સફરમાં તેઓ સફળ થાય અને તેમની મહેનત બધાને પ્રેરણા આપે."
જ્યાં હરનાઝ અને સિમરત પોતાની ફિલ્મોથી દર્શકોમાં પૉપ્યુલર થઈ રહી છે, ત્યાં દારાસિંહ ખુરાનાએ ફિલ્મો સિવાય પણ પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. કૉમનવેલ્થ ગ્લોબલ યૂથ ઍમ્બેસેડર તરીકે, તે આંતરરાષ્ટ્રીય સ્તરે યુવાનોના અવાજ અને નીતિઓ પર કામ કરી ચૂક્યો હતો.
ઉલ્લેખનીય છે કે, મિસ્ટર ઈન્ડિયા ઈન્ટરનેશનલ મોડેલ દારા સિંહ ખુરાનાને ઘર અને બહારના લોકો તરફથી ટોણાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તેમણે હાર માની ન હતી અને આજે તેઓ સફળ છે.
મોડેલિંગની દુનિયામાં પ્રવેશ્યા પછી, મિસ્ટર ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ જીતનાર મોડેલ દારા સિંહ ખુરાના માટે રસ્તો સરળ નહોતો. ક્યારેક તેમના પરિવારના સભ્યો મોડેલિંગ સામે વાંધો ઉઠાવતા હતા અને ક્યારેક જ્યારે તેઓ કામ માંગતા ત્યારે લોકોએ તેમને નકારી કાઢ્યા હતા. આ વિશે વાત કરતા દારા સિંહ ખુરાના કહે છે, `જ્યારે મેં પહેલીવાર મારા પરિવારને કહ્યું કે હું મોડેલિંગ કરવા માંગુ છું, ત્યારે તેઓ મારી મજાક ઉડાવવા લાગ્યા અને મારા પર હસવા લાગ્યા. જોકે, મારી માતા હંમેશા મને મારું સ્વપ્ન પૂરું કરવા માટે પ્રોત્સાહિત કરતી હતી. જોકે, હું મારા નિર્ણય પર અડગ રહી. જ્યારે હું કામની શોધમાં મુંબઈ આવ્યો ત્યારે મારે ઘણું સહન કરવું પડ્યું. ટોણા ઉપરાંત, લોકોએ મારી સાથે ગેરવર્તન પણ કર્યું. પાછળથી, મારા પરિવારના સભ્યોએ મારા સપના સમજીને મને મદદ કરી. જેના કારણે હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું.`


