લાંબા સમયથી રાહ જોવાતી ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રિલીઝ
છલાંગ
લાંબા સમયથી રાહ જોવાતી રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાની ફિલ્મ ‘છલાંગ’નું ટ્રેલર રિલીઝ થયુ છે. હંસલ મહેતાની આ ફિલ્મ લવ ફિલ્મ્સ પ્રોડક્શન દ્વારા બનાવવામાં આવી છે અને ગુલશન કુમાર અને ભૂષણ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે.
અજય દેવગણ, લવ રંજન, અંકુર ગર્ગ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને નુસરત ભરૂચા મુખ્ય ભૂમિકામાં છે અને તેમની સાથે સૌરભ શુક્લા, સતીશ કૌશિક, જીશાન અયૂબ, ઈલા અરૂણ અને જતિન સરના પણ છે. ભારત સહિત 200 દેશોના પ્રાઈમ મેમ્બર્સ 13 નવેમ્બરે એમેઝોન પ્રાઈમ વીડિયોમાં આ મુવી જોઈ શકશે.
ADVERTISEMENT
ડાયરેક્ટર હંસલ મહેતાએ કહ્યું કે, આ એક કોમેડી ફિલ્મ છે, તેમ જ વિદ્યાર્થી અને શિક્ષકના જીવન માટે આ એક મહત્વની ફિલ્મ છે.રાજકુમાર રાવે કહ્યું કે, સ્પોર્ટ્સ બાળકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છલાંગ મુવીથી હું ફરી મારા સ્કૂલના દિવસોને યાદ કરવા લાગ્યો હતો. અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું કે, મને ફિલ્મોમાં અલક અને એક્સાઈટેડ રોલ કરવા ખૂબ જ ગમે છે. આ મુવીમાં મારો રોલ પણ આવા જ પ્રકારનો છે.