બન્નેની આ મુલાકાતની તસવીરો યોગી આદિત્યનાથના કાર્યાલયે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે
આ તસવીરથી ઉત્તર પ્રદેશના ફિલ્મસિટીની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે.
બોની કપૂર હાલમાં લખનઉ ખાતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યા હતા. બન્નેની આ મુલાકાતની તસવીરો યોગી આદિત્યનાથના કાર્યાલયે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. આ તસવીરથી ઉત્તર પ્રદેશના ફિલ્મસિટીની ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે. હકીકતમાં બોની કપૂર ઉત્તર પ્રદેશ ફિલ્મસિટીના પાર્ટનર્સમાંના એક છે. યમુના એક્સપ્રેસવે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑથોરિટી વિસ્તારમાં આવેલી આ ફિલ્મસિટી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેઓ ઉત્તર પ્રદેશને ફિલ્મ ઉત્પાદન, મીડિયા, મનોરંજન અને પર્યટન માટે મુખ્ય કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.


