Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીદેવીની સંપત્તિનું કોણ છે વારસદાર? બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું છે આખો મામલો

શ્રીદેવીની સંપત્તિનું કોણ છે વારસદાર? બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, જાણો શું છે આખો મામલો

Published : 26 August, 2025 03:13 PM | Modified : 27 August, 2025 06:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Boney Kapoor moves Madras HC: સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવીની ચેન્નાઈ સ્થિત મિલકતમાં ત્રણ લોકોએ હિસ્સો દાવા કર્યા બાદ બોની કપૂરે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરી છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ફિલ્મ નિર્માતા બોની કપૂર (Boney Kapoor)એ મદ્રાસ હાઈકોર્ટ (Madras High Court)માં એક અરજી દાખલ કરી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ત્રણ લોકો તેમની સ્વર્ગસ્થ પત્ની શ્રીદેવી (Sridevi)ની ચેન્નાઈ (Chennai)માં આવેલી મિલકત પર ગેરકાયદેસર રીતે દાવો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે, બોની કપૂરે એક અરજી દાખલ કરી છે અને ત્રણ લોકો દ્વારા કરવામાં આવેલી કથિત છેતરપિંડી વિશે જણાવ્યું છે.

બોની કપૂરે કોર્ટને જણાવ્યું હતું કે, (Boney Kapoor moves Madras HC) શ્રીદેવીએ આ મિલકત ૧૯ એપ્રિલ ૧૯૮૮ના રોજ એમસી સંબંદા મુદલિયાર નામના વ્યક્તિ પાસેથી ખરીદી હતી. આ વ્યક્તિને ત્રણ પુત્રો અને બે પુત્રીઓ હતી. પરિવારના સભ્યોએ ફેબ્રુઆરી ૧૯૬૦માં મિલકતના વિભાજન અંગે પરસ્પર કરાર કર્યો હતો. આ કરારના આધારે શ્રીદેવીએ આ મિલકત ખરીદી હતી.



હવે સમસ્યા એ છે કે, આ મિલકત પર ત્રણ લોકો હકોનો દાવો કરી રહ્યા છે. આ ત્રણ લોકોમાંથી એક મહિલા છે, જે દાવો કરે છે કે તે શ્રી મુદલિયારના ત્રણ પુત્રોમાંથી એકની બીજી પત્ની છે અને બાકીના બે તેના પુત્રો છે.


બોની કપૂરે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે, બીજી પત્નીનો દાવો છે કે તેના લગ્ન ૫ ફેબ્રુઆરી ૧૯૭૫ના રોજ થયા હતા. તેથી, મુદલિયારના પુત્ર સાથેના તેના લગ્ન કાયદેસર રીતે માન્ય ન હોઈ શકે, કારણ કે તેની પહેલી પત્નીનું ૨૪ જૂન ૧૯૯૯ના રોજ અવસાન થયું હતું. બોની કપૂરે ત્રણેયને કાનૂની વારસદાર પ્રમાણપત્ર આપનાર મહેસૂલ અધિકારીના અધિકારક્ષેત્ર પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને કોર્ટને શક્ય તેટલી વહેલી તકે તેને રદ કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી.

બોની કપૂરની અરજી પર સુનાવણી કરતા, ન્યાયાધીશ એન. આનંદ વેંકટેશે તાંબરમ તાલુકા તહસીલદારને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. શ્રીદેવીની આ મિલકત તમિલનાડુના ચેન્નાઈમાં ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) પર આવેલી છે. તેનો ઉપયોગ તેમના પરિવાર દ્વારા ફાર્મહાઉસ રીટ્રીટ તરીકે કરવામાં આવે છે.


જેમ જેમ કાનૂની લડાઈ આગળ વધી રહી છે, તેમ તેમ આ કેસ કાનૂની ગૂંચવણોને કારણે અને ભાવનાત્મક ભારને કારણે ધ્યાન ખેંચી રહ્યો છે. આ પ્રોપર્ટી ભારતીય સિનેમાના સૌથી પ્રિય સ્ટાર્સમાંના એકનો વારસો ધરાવતો હોવાથી, તે તેના ચાહકોની લાગણીઓને ઉત્તેજિત કરે તેવી અપેક્ષા છે.

તમને જણાવી દઈએ કે, બોની કપૂરે જૂન ૧૯૯૬માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. જોકે, શ્રીદેવીનું ફેબ્રુઆરી ૨૦૧૮માં અવસાન થયું હતું. તેમની બે પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પણ હવે ફિલ્મ ઉદ્યોગનો ભાગ છે. બન્ને દીકરીઓ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કમાલ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

27 August, 2025 06:10 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK