Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડની ક્વીનનાં વળતાં પાણી

બૉલીવુડની ક્વીનનાં વળતાં પાણી

Published : 26 June, 2026 02:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કંગના રનૌતની છેલ્લી ૮ ફિલ્મો નિષ્ફળ જતાં તેની કરીઅર પર પ્રશ્નાર્થચિહ્‌ન લાગી ગયું છે

કંગના રનૌત

કંગના રનૌત


કંગના રનૌતને ઘણી વાર ‘બૉલીવુડની ક્વીન’ તરીકે ઓળખવામાં આવે છે. તેને આ બિરુદ ૨૦૧૩માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘ક્વીન’માં તેણે ભજવેલા રાની મેહરાના યાદગાર પાત્ર પછી મળ્યું છે. કંગનાને આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય બદલ રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી કંગના સતત નિષ્ફળતાનો સામનો કરી રહી છે. તેની કરીઅરની છેલ્લી ૮ ફિલ્મો સતત નિષ્ફળ જતાં તેની કરીઅર પર પ્રશ્નાર્થચિહ્‌ન લાગી ગયું છે. 

ભારત ભાગ્ય વિધાતા (૨૦૨૬)



આ એક થ્રિલર ફિલ્મ છે જે ૨૦૦૮ના ૨૬/૧૧ મુંબઈ આતંકવાદી હુમલાની સાચી ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મ કામા હૉસ્પિટલના એવાં ડૉક્ટરો, નર્સો અને હૉસ્પિટલ સ્ટાફની બહાદુરીને દર્શાવે છે જેમણે મુશ્કેલ સમયમાં દરદીઓના જીવ બચાવ્યા હતા.
બજેટ : અંદાજે ૪૫-૬૦ કરોડ રૂપિયા 
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૮.૦૫ કરોડ રૂપિયા
પરિણામ : સુપરફ્લૉપ 


તેજસ (૨૦૨૩)

આ એક એરિયલ ઍક્શન થ્રિલર ફિલ્મ છે જે ભારતીય વાયુસેનાની પાઇલટ તેજસ ગિલના સંઘર્ષ અને મિશનની આસપાસ ફરે છે.
બજેટ : અંદાજે ૭૦ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૫.૬ કરોડ રૂપિયા
પરિણામ: સુપરફ્લૉપ


ધાકડ (૨૦૨૨)

આ એક સ્પાય ઍક્શન ફિલ્મ છે જેમાં કંગનાએ ‘એજન્ટ અગ્નિ’ બનીને 
માનવ-તસ્કરીના નેટવર્ક સામે લડત આપી હતી.
બજેટ : અંદાજે ૮૫ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૩.૭૭ કરોડ રૂપિયા
પરિણામ : સુપરફ્લૉપ

થલાઇવી (૨૦૨૧)

આ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અભિનેત્રી જે. જયલલિતાના જીવન પર આધારિત બાયોપિક ફિલ્મ હતી. આ ફિલ્મ હિન્દી અને તામિલ બન્ને ભાષામાં રિલીઝ થઈ હતી.
બજેટ : અંદાજે ૯૩-૧૦૦ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૪.૯૭ કરોડ રૂપિયા
પરિણામ : સુપરફ્લૉપ

ઇમર્જન્સી (૨૦૨૫)

ભારતમાં ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી પર આધારિત ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મનું ડિરેક્શન કંગનાએ પોતે કર્યું છે અને તેમાં તેણે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે.
બજેટ : અંદાજે ૬૦ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૨૧.૭૫ કરોડ રૂપિયા
પરિણામ : ફ્લૉપ

ચંદ્રમુખી 2 (૨૦૨૩)

આ એક તામિલ હૉરર-કૉમેડી ફિલ્મ છે જે પ્રખ્યાત ફિલ્મ ‘ચંદ્રમુખી’ની સીક્વલ છે.
બજેટ : અંદાજે ૬૦-૬૫ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : ૪૦ કરોડ રૂપિયા
પરિણામ : ફ્લૉપ

જજમેન્ટલ હૈ ક્યા (૨૦૨૧)

આ રાજકુમાર રાવ અને કંગના રનૌત સ્ટારર સાયકોલૉજિકલ બ્લૅક કૉમેડી-થ્રિલર ફિલ્મ છે જેમાં બે વિચિત્ર શંકાસ્પદ પાત્રોની આસપાસ મર્ડર-મિસ્ટરી વણાયેલી છે.
બજેટ : અંદાજે ૩૨ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૪૪.૯૨ કરોડ રૂપિયા
પરિણામ : ઍવરેજ

પંગા (૨૦૨૦)

આ એક સ્પોર્ટ્‌સ ડ્રામા ફિલ્મ છે જેમાં એક પરિણીત મહિલા અને ભૂતપૂર્વ કબડ્ડી ચૅમ્પિયનના કમબૅકની પ્રેરણાદાયી વાર્તા દર્શાવવામાં આવી છે.
બજેટ : અંદાજે ૪૫ કરોડ રૂપિયા
બૉક્સ-ઑફિસ કલેક્શન : અંદાજે ૪૧.૭૧ કરોડ રૂપિયા
પરિણામ : ફ્લૉપ

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK