Thane Accident: એક ટ્રકનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો. ખડી ભરેલ ટ્રક કેમિકલ ટેન્કર સાથે અથડાયું હતું. શુક્રવારની વહેલી સવારે આ મેજર હાદસો થયો છે. ટ્રક પાછળની તરફ ફંગોળાવા લાગ્યું હતું. જેથી પાછળની તરફથી આવી રહેલ ટેન્કર સાથે તે અથડાયું હતું.
નુકસાનગ્રસ્ત ટેન્કર અને ટ્રક
થાણે પશ્ચિમમાં ઘોડબંદર રોડ પરથી રોડ-એક્સિડન્ટનો (Thane Accident) એક મામલો સામે આવ્યો છે. અહીં એક ટ્રકનો ટેન્કર સાથે અકસ્માત થયો હતો. ખડી ભરેલ ટ્રક કેમિકલ ટેન્કર સાથે અથડાયું હતું. શુક્રવારની વહેલી સવારે આ મેજર હાદસો થયો છે.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના જણાવ્યા પ્રમાણે ઘોડબુંદર રોડ પર જકાત નાકાની પાછળ હનુમાન મંદિર પાસે મોડી રાત્રે લગભગ 3:35 વાગ્યે આ ઘટના બની હતી. આ ઘટના (Thane Accident) વિશે માહિતી આપતાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટાટા હાઇવા ટ્રક વસઈથી થાણે તરફ આવી રહી હતી. આ ટ્રકમાં ૪૬ ટન ખડી (ક્રશ કરેલ પથ્થર) ભરેલી હતી. બ્રેક ફેઇલર થવાથી ટ્રકના ડ્રાઇવરે વેહિકલ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે પાછળની તરફ ફંગોળાવા લાગ્યું હતું. જેથી પાછળની તરફથી આવી રહેલ ટેન્કર સાથે તે અથડાયું હતું.
ADVERTISEMENT
ટેન્કરમાં 27,000 લીટર કેમિકલ હતું
ટ્રક જે ટેન્કર સાથે અથડયું તે ટેન્કર ગુજરાતથી ખોપોલી તરફ જઈ રહ્યું હતું અને તેમાં 27,000 લીટર એસીટોન ભરેલું હતું, જે અત્યંત જ્વલનશીલ ઔદ્યોગિક કેમિકલ છે. સદનસીબે ટક્કર બાદ પણ ટેન્કરમાંથી કોઈ લિકેજ થયું ન હતું. જોકે, આ અથડામણને (Thane Accident) કારણે ટ્રકમાંથી પથ્થરનોની ખડી મોટા પ્રમાણમાં રસ્તા પર ફેલાઈ ગઈ હતી, જેનાથી ટ્રાફિકની અવરજવરમાં વિક્ષેપ પડ્યો હતો. જોકે, કોઈ જાનહાનિના અહેવાલ નથી.
પરિસ્થિતિને થાળે પાડવામાં આવી
આ એક્સિડન્ટને પગલે થાણે સિટી ટ્રાફિક પોલીસ, થાણે ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને મજીવાડા-માનપાડા વોર્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળ પરથી ખડીને દૂર કરવામાં આવી હતી. ક્રેન, રેસ્ક્યૂ વેહિકલ, યુટિલિટી વેહિકલ્સ અને JCB મશીન તૈનાત કરીને ત્વરિત કામગીરી કરાઇ હતી. બંને નુકસાનગ્રસ્ત વેહિકલને ક્રેનની મદદથી રસ્તાની એક બાજુએ ખસેડવામાં આવ્યા હતા. રસ્તા પર ફેલાઈ પડેલી ખડીને JCB (Thane Accident) અને મજૂરોની મદદથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ રસ્તો સાફ કરવામાં આવ્યો હતો અને વાહનોની અવરજવર શરૂ કરાઇ હતી.
દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસવે પર એક્સિડન્ટ- ચારનાં મોત
દિલ્હી-મુંબઈ 8-લેન એક્સપ્રેસવે પર પણ ભીષણ અકસ્માત થયો હતો. મોબાઇલ બિઝનેસ માટે સામાન ખરીદવા દિલ્હી જઈ રહેલા છત્રપતિ સંભાજીનગરના એક વેપારીની કાર મધ્યપ્રદેશના મંદસૌર નજીક એક જીવલેણ અકસ્માતનો ભોગ બની હતી. એક વેહિકલે પાછળથી ટ્રકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું. સંભાજીનગરના 4 વેપારીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ કરુણ અકસ્માત ગુરુવારે થયો હતો. આ ઘટના સિતામૌ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટિટ્રોડ વિસ્તારમાં સવારે અગિયાર વાગ્યે બની હતી.
