Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા જીવનમાં રોમાંસની ખોટ અને પ્રેમનો અભાવ છેઃ ઇશા દેઓલનું છલકાયું દર્દ

મારા જીવનમાં રોમાંસની ખોટ અને પ્રેમનો અભાવ છેઃ ઇશા દેઓલનું છલકાયું દર્દ

Published : 26 June, 2026 03:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Esha Deol misses romance after divorce with Bharat Takhtani: બોલિવૂડ અભિનેત્રી ઇશા દેઓલ બિઝનેસમેન ભરત તખ્તાની સાથેના ડિવોર્સ પછી જીવનમાં રોમાંસ મિસ કરી રહી છે અને જીવનમાં તેને પ્રેમની ખોટ સાલે છે તે વિશે દિલ ખોલીને વાત કરી છે

ઇશા દેઓલની ફાઇલ તસવીર

ઇશા દેઓલની ફાઇલ તસવીર


અભિનેત્રી ઇશા દેઓલ (Esha Deol) અને બિઝનેસમેન ભરત તખ્તાની (Bharat Takhtani)એ લગ્નના એક દાયકા કરતાં વધુ સમય પછી વર્ષ ૨૦૨૪માં અલગ થવાની જાહેરાત કરી હતી. આ ભૂતપૂર્વ દંપતી તેમની બે પુત્રીઓનું સાથે મળીને ઉછેર કરી રહ્યું છે, ત્યારે ઇશાએ હવે તેના અંગત જીવન વિશે ખુલાસો કર્યો છે અને સ્વીકાર્યું છે કે તે પોતાના જીવનમાં પ્રેમની કમી અનુભવી રહી (Esha Deol misses romance) છે. જો કે, તેણે એમ પણ જણાવ્યું કે, તે હજી પણ આશાવાદી છે અને ફરીથી પ્રેમ મેળવવા માટે તેના દ્વાર ખુલ્લા છે.

ઇશા દેઓલને સાલે પ્રેમની ખોટ



તાજેતરમાં ઇશા `કર્લી ટેલ્સ`ના એક પોડકાસ્ટમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાના ડિવોર્સ વિશે મુક્તમને વાત કરી હતી અને પ્રતિબિંબિત કર્યું હતું કે શું આ અનુભવે પ્રેમ અને સંબંધો પ્રત્યેના તેના દ્રષ્ટિકોણને બદલી નાખ્યો છે. ઇશા અને ભરત તખ્તાની વર્ષ ૨૦૨૪માં એકબીજાથી અલગ થયા હતા.


વાતચીત દરમિયાન ઇશાએ સ્વીકાર્યું કે પ્રેમ અને રોમાન્સ એવી વસ્તુઓ છે જેને તે ‘હાલમાં પોતાના જીવનમાં મિસ કરી રહી છે’. તેણે કહ્યું, ‘મને લાગે છે કે પ્રેમ અને રોમાન્સ વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વની વસ્તુઓ છે, જેની હું અત્યારે મિસ કરી રહી છું. મને રોમેન્ટિક રહેવું ગમે છે. હું સંપૂર્ણપણે રોમ-કોમ (રોમેન્ટિક કોમેડી) પ્રકારની વ્યક્તિ છું. મને પ્રેમ ગીતો ગમે છે અને મને પ્રેમ કથાઓ ખૂબ ગમે છે.’

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું વર્ષો જતાં, ખાસ કરીને ભૂતકાળના બ્રેકઅપ અને તેના લગ્નના અંત પછી પ્રેમ વિશેના તેના વિચારો બદલાયા છે, ત્યારે ઇશાએ કહ્યું કે એવું નથી થયું. ‘ના, આ વસ્તુઓ બદલાતી નથી. બ્રેકઅપ થાય છે. ભૂતકાળમાં મારા બોયફ્રેન્ડ હતા જેમની સાથે મારું બ્રેકઅપ થયું હતું. આ વસ્તુઓ બનતી રહે છે, પરંતુ તેનાથી પ્રેમ વિશેનો મારો અંતિમ વિચાર નબળો પડતો નથી. આપણે બધા હેમા જી અને ધર્મેન્દ્ર જી વચ્ચેનો બિનશરતી પ્રેમ જોઈને જ મોટા થયા છીએ,’ ઇશાએ શેર કર્યું.


ઇશાએ એમ પણ કહ્યું કે, સંબંધોનું અલગ થવું એ ખૂબ જ વ્યક્તિગત અને સંવેદનશીલ બાબત છે, ખાસ કરીને જ્યારે તેમાં બાળકો સામેલ હોય. પોતાના અનુભવને યાદ કરતા તેણે જણાવ્યું કે, તે ક્યારેય નહોતી ઈચ્છતી કે તેના અલગ થવાના સમાચાર હેડલાઈન્સ બને. જો કે, પબ્લિક ફિગર હોવાના કારણે, તે અને ભરત જાણતા હતા કે તેમણે આ પરિસ્થિતિને ખૂબ જ કાળજી, ગરિમા અને સંવેદનશીલતા સાથે સંભાળવી પડશે.

ઇશા દેઓલ વિશે

ઇશા દેઓલ પીઢ કલાકારો ધર્મેન્દ્ર (Dharmendra) અને હેમા માલિની (Hema Malini)ની પુત્રી છે. તેણી અને ભરત તખ્તાનીએ વર્ષ ૨૦૧૨માં મુંબઈ (Mumbai)માં લગ્ન કર્યા હતા. કપલને બે દીકરીઓ છે - રાધ્યા, જેનો જન્મ ૨૦૧૭માં થયો હતો અને મિરાયા, જેનો જન્મ ૨૦૧૯માં થયો હતો.

લગ્નના ૧૧ વર્ષથી વધુ સમય બાદ ઇશા દેઓલ અને ભરત તખ્તાનીએ ૨૦૨૪માં અલગ થવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ચાહકો સાથે આ સમાચાર શેર કરવા માટે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું. તેમણે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે પરસ્પર સંમતિથી અને સૌહાર્દપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનના આ બદલાવમાં, અમારા બંને બાળકોના શ્રેષ્ઠ હિત અને કલ્યાણ અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને રહેશે. અમે ઈચ્છીએ છીએ કે અમારી પ્રાઇવસી (અંગતતા)નું સન્માન કરવામાં આવે.’ ત્યારથી, બંનેએ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા છે.

નોંધનીય છે કે, ડિવોર્સ પછી એક સમયે ઇશા ભરત સાથે ફેમિલી લંચ લેતી પણ જોવા મળી હતી. વર્ષ ૨૦૨૫માં તેના પિતા ધર્મેન્દ્રના અવસાન પછીના મુશ્કેલ સમયમાં પણ ભરત તેની પડખે રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK