બિપાશાએ આશરે ૫૦ કિલો વજનનો લાલ રંગનો લેહંગો પહેર્યો હતો જેમાં તે બહુ સુંદર લાગી રહી હતી
બિપાશાએ હાલમાં દુલ્હનના ગેટઅપમાં રૅમ્પ પર વૉક કર્યું હતું
બિપાશા બાસુએ મમ્મી બન્યા બાદ ઍક્ટિંગમાંથી બ્રેક લીધો છે. જોકે તે સોશ્યલ મીડિયા દ્વારા પોતાના ફૅન્સ સાથે જોડાયેલી રહે છે, પરંતુ હવે ફરી એક વાર તેણે પોતાના લુકથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. બિપાશાએ હાલમાં દુલ્હનના ગેટઅપમાં રૅમ્પ પર વૉક કર્યું હતું. આ સમયે તેણે આશરે ૫૦ કિલો વજનનો લાલ રંગનો લેહંગો પહેર્યો હતો જેમાં તે બહુ સુંદર લાગી રહી હતી. આ લેહંગા સાથે તેણે ગોલ્ડન ઍક્સેસરીઝ પહેરી હતી અને તેનો મેકઅપ પણ ખૂબ જ આકર્ષક હતો. ફૅન્સને પણ તેનો લુક બહુ પસંદ પડ્યો છે. આ પ્રસંગે બિપાશાએ પોતાના આગળના પ્લાનિંગ વિશે વાત કરતાં કહ્યું કે ‘મને લાગે છે કે હવે ફરીથી કામ શરૂ કરવાનો સમય આવી ગયો છે અને હું ખૂબ ખુશ છું. આ મારો પહેલો પ્રેમ છે. મેં શરૂઆતમાં મૉડલિંગ કર્યું હતું અને ત્યાર બાદ અભિનયમાં આવી. મને હંમેશાં લોકોનો પ્રેમ મળ્યો છે અને આજે પણ એ જ પ્રેમ મળ્યો જેના કારણે હું ખૂબ ખુશ છું.’
