Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં ગે રાઇટ્સ પર પ્રકાશ પાડવામાં આવશે:આયુષ્માન

શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં ગે રાઇટ્સ પર પ્રકાશ પાડવામાં આવશે:આયુષ્માન

22 July, 2019 10:15 AM IST | મુંબઈ

શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં ગે રાઇટ્સ પર પ્રકાશ પાડવામાં આવશે:આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં ગે રાઇટ્સ પર પ્રકાશ પાડતાં એની અગત્ય પર ભાર મૂકવામાં આવશે. આ ફિલ્મને આનંદ એલ. રાય ડિરેક્ટ કરશે. આ ફિલ્મની સ્ટોરી એક એવા પરિવારની આસપાસ ફરશે જેમનો દીકરો ગે છે. આ ફિલ્મ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘મારી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ કમર્શિયલ સિનેમામાં અગત્યની ફિલ્મ છે. વર્તમાન સમયમાં ગે રાઇટ્સ પર પ્રકાશ પાડતી ફિલ્મ બનાવવી ખૂબ જરૂરી છે, કારણ કે આ ફિલ્મ દ્વારા અમે એ કમ્યુનિટી સાથે વાત નહીં કરીએ; પરંતુ એ લોકો સાથે ચર્ચા કરીશું જે લોકો આ કમ્યુનિટી સાથે ઓરમાયું વર્તન રાખે છે. આ ફિલ્મ જોઈ‌ને તેમને પણ ખ્યાલ આવશે કે ગે લોકોને તેમનો અધિકાર આપવો કેટલું જરૂરી છે.’

આ પણ વાંચોઃ પરિણીતી ચોપરાએ કર્યો ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરને કિડનેપ !


Whatsapp-channel Whatsapp-channel

22 July, 2019 10:15 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK