Arshad Warsi Marriage : અર્શદ વારસીએ પત્ની સાથે લગ્ન રજીસ્ટર કરાવ્યાં
અર્શદ વારસી
અભિનેતા અર્શદ વારસી (Arshad Warsi) અને મારિયા ગોરેટી (Maria Goretti) બૉલિવૂડના લોકપ્રિય કપલમાંથી એક છે. બન્ને એકબીજા પર પ્રેમ વરસાવવાની કોઈ તક છોડતા નથી. અર્શદ અને મારિયાના લગ્ન (Arshad Warsi Marriage)ને ૨૫ વર્ષ થયા છે. બન્નેએ ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ વૅલેન્ટાઇન ડે (Valentine’s Day) પર લગ્ન કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે બંનેએ અત્યાર સુધી પોતાના લગ્નની નોંધણી કરાવી નથી. જો કે હવે ૨૫ વર્ષ બાદ આ કપલે તેમના લગ્નની નોંધણી કરાવી છે.
અર્શદ વારસી અને મારિયા આ વૅલેન્ટાઇન ડે તેમના લગ્નની ૨૫મી વર્ષગાંઠ ઉજવશે. આટલા લાંબા સમયથી લગ્ન કર્યા હોવા છતાં (Arshad Warsi Marriage) આ દંપતીએ ક્યારેય તેમના લગ્નની નોંધણી કરાવી ન હતી. જો કે, અર્શદ અને તેની પત્ની મારિયાએ ૨૩ જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કર્યા હતા અને તેમના લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા. આ દંપતીએ ત્રીજી વખત લગ્ન કર્યા છે.
ADVERTISEMENT
એક પોર્ટલ સાથેની વાતચીતમાં અર્શદ વારસીએ કહ્યું કે, લગ્નની નોંધણી કરાવવાનો વિચાર તેના મગજમાં ક્યારેય આવ્યો ન હતો. જ્યાં સુધી પ્રોપર્ટીની વ્યવસ્થા જેવી વ્યવહારિક બાબતો સામે ન આવે. અમે આ બધું માત્ર કાનૂની ઔપચારિકતા માટે કર્યું. એક્ટરે જણાવ્યું કે, ‘આ વાત ક્યારેય તેના મગજમાં આવી નહોતી અને તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે મહત્વનું છે. પરંતુ પછી અમને લાગ્યું કે તે મિલકતની બાબત છે અને તમારી ગેરહાજરી પછી પણ તે ખૂબ ઉપયોગી છે. તેમણે કહ્યું કે, અમે આ કાયદા માટે કર્યું છે. મને લાગે છે કે જો તમે પાર્ટનર તરીકે એકબીજા માટે પ્રતિબદ્ધ છો, તો તેનાથી કોઈ વાંધો નથી. મારિયા સાથેના તેમના સંબંધો અને પ્રતિબદ્ધતા હંમેશા ટોચ પર રહી છે.’
અભિનેતાએ ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, તેમણે વૅલેન્ટાઇન ડે પર જ શા માટે લગ્ન કર્યા. તેણે હસીને જવાબ આપતા કહ્યું, `મને મારા લગ્નની તારીખ કોઈને જણાવવાનું પસંદ નથી. હું તેને ધિક્કારું છું કારણ કે મને તે ખૂબ જ વિચિત્ર લાગે છે. મારિયા અને હું આ વિશે શરમ અનુભવીએ છીએ. ઠીક છે, અમે આ તારીખ સમજી વિચારીને પસંદ કરી ન હતી. આની પાછળ એક કિસ્સો છે. મારિયાના માતા-પિતા ઈચ્છતા હતા કે અમે લગ્ન કરીએ. મારિયાના લેન્ટ (એક વિશેષ ઉપવાસ)ને કારણે અમે તે કરી શક્યા નહીં. પછી હું મારા કામમાં વ્યસ્ત થઈ ગયો. અમે બીજું એક વર્ષ વેડફવા માંગતા ન હતા અને તે સમયે અમને યોગ્ય લાગતી તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. તેથી અમે એ જ દિવસે ફરીથી લગ્ન કર્યા.’
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અર્શદ વારસીએ ૨૦૨૩માં ‘ચુના’ ફિલ્મમાં નેરેટર તરીકે કામ કર્યું હતું, ત્યારબાદ તે ટીવી શો ‘ઝલક દિખલા જા’માં જજ તરીકે જોડાયો હતો અને હાલમાં તે જ શોનો ભાગ છે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)