અનુષ્કા શર્માએ દીકરા અકાયને લંડનમાં જન્મ આપ્યો હતો અને તે હજી ત્યાં જ છે
વિરાટ અને અનુષ્કાની ફાઇલ તસવીર
અનુષ્કા શર્માએ દીકરા અકાયને લંડનમાં જન્મ આપ્યો હતો અને તે હજી ત્યાં જ છે. વિરાટ કોહલીની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુની પહેલી મૅચ ગઈ કાલે ચેન્નઈમાં હતી. અનુષ્કા ઘણી મૅચમાં તેના પતિને સપોર્ટ કરવા માટે મેદાનમાં જાય છે. ફરી મમ્મી બની હોવાથી તે આરામ ફરમાવી રહી છે અને બાળકને સમય આપી રહી છે. જોકે બહુ જલદી તે મુંબઈ આવશે અને તેના પતિને મૅચ દરમ્યાન સપોર્ટ આપતી જોવા મળશે એવી ચર્ચા ચાલી રહી છે. અકાયનો જન્મ પંદર ફેબ્રુઆરીએ થયો હતો અને એક મહિના બાદ બાળકોને ફ્લાઇટમાં બેસવાની પરવાનગી આપવામાં આવે છે. આથી દોઢ મહિનાનું બાળક થયું હોવાથી તે બહુ જલદી ભારત આવશે.


