‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ કદાચ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે.
અંકિતા લોખંડેની તસવીર
અંકિતા લોખંડેએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’માં કામ કરવાની ના પાડી હોવાનું જાણવા મળ્યું છે. કરણ જોહર આની ફિલ્મ નહીં, વેબ-સિરીઝ બનાવવાનો છે. ‘બિગ બૉસ’ની ૧૭મી સીઝનમાં અંકિતા જોવા મળી હતી. એ ઉપરાંત થોડા સમય પહેલાં રણદીપ હૂડાની ફિલ્મ ‘સ્વાતંય વીર સાવરકર’માં પણ તેણે કામ કર્યું હતું. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ માટે અંકિતાને અપ્રોચ કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી દીધી હતી. જોકે ના પાડવાનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. આ સિરીઝમાં તેને કયો રોલ ઑફર કરવામાં આવ્યો હતો એ પણ જાણવા નથી મળ્યું. આ સિરીઝમાં સંજય કપૂરની દીકરી શનાયા કપૂર જોવા મળશે. શનાયા સાઉથની ફિલ્મ ‘વૃષભા’માં સુપરસ્ટાર મોહનલાલ સાથે કામ કરી રહી છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 3’ કદાચ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થશે.