Char Dham yatra2024: ચાર ધામની યાત્રા દરમિયાન રીલ બનાવીને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે
કેદારનાથ મંદિરની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- 2024ની ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે.
- ચારધામ યાત્રા દરમિયાન મંદિર પરિસરમાં ભીડને ઓછી કરવા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
- કેદારનાથ, બદ્રીનાથ જેવા મંદિર પરિસરમાં મોબાઇલના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી અને ગંગોત્રી આ ચાર ધામની યાત્રા (Char Dham yatra2024) દરમિયાન મંદિર પરિસરમાં 50 મીટરના વિસ્તારમાં મોબાઈલ ફોનના ઉપયોગ કરવા પર પૂર્ણપણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચાર ધામમાં રીલ બનાવીને ભ્રામક માહિતી ફેલાવનારાઓ સામે એફઆઇઆર પણ દાખલ કરવામાં આવશે જેથી આ મંદિરોનું મુલાકાત લેનાર ભક્તો ન તો ધામના પરિસરમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે તેમ જ સોશિયલ મીડિયા પર કોઈપણ વીડિયો, તસવીર કે રિલ પણ નહીં બનાવી શકશે.
ઉત્તરાખંડ સરકાર દ્વારા પર્યટન સચિવને કેદારનાથ, બદ્રીનાથ જેવા મંદિરના પરિસરમાં (Char Dham yatra2024) મોબાઇલ ફોન પર મૂકવામાં આવેલા આદેશનું પાલન થઈ રહ્યું છે કે નહીં તેખાતરી કરવા માટે સૂચનાઓ જાહેર કરી હતી. મુખ્ય સચિવે કહ્યું હતું કે આ વર્ષે ચારધામ યાત્રા માટે આવેલા ભક્તોની સંખ્યા ગયા વર્ષોની તુલનામાં વધી છે. ચારધામના મંદિરોમાં વધતી ભીડને લીધે આ વિસ્તારમાં કોઈ મોટી સમસ્યા નિર્માણ ન થાય તેમ જ ભક્તોની ભીડને નિયંત્રણમાં લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ મંદિર પરિસરમાં ભક્તો મોબાઈલમાં ફોટા પડાવવા અને વીડિયો બનાવવામાં ઘણો સમય વિતાવી રહ્યા છે. જેથી મંદિરમાં અને તેની આસપાસ પરિસરમાં ભારે ભીડ જોવા મળે છે.
ADVERTISEMENT
દર્શન કરવા માટે આવેલા અનેક લોકો સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવીને મંદિર બાબતે અનેક ખોટા સંદેશ આપી રહ્યા છે. આ બાબતે એક પ્રકારનો ગુનો જ છે, જેથી આવી ભ્રામક રિલ્સ બનાવનાર લોકો સામે પણ કાર્યવાહી કાર એફઆઇઆર દાખલ કરવામાં આવશે, એવી માહિતી પણ મુખ્ય સચિવવે. ચારધામના પ્રવાસ માટે લોકો શ્રદ્ધા અને આદર સાથે આવે છે, પણ જે લોકો માત્ર રીલ્સ બનાવવા અને ફોટા લેવા માટે આવે છે તેઓ આસ્થા અને શ્રદ્ધાથી નથી આવી રહ્યા તે વાત સ્પષ્ટ છે. આવા લોકો માત્ર ફરવા અને રીલ્સ બનાવવા માટે આવે છે. જેના કારણે ભક્તિ સાથે આવતા ભક્તો માટે મુશ્કેલી નિર્માણ થાય છે. કોઈની આસ્થાને ઠેંસ ન પહોંચવી જોઈએ, જેથી જે મંદિરના નવા નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવવાની છે.
સોશિયલ મીડિયા પર અનેક એવા જૂના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ‘10 મેથી કેદારનાથમાં હડતાળ (Char Dham yatra2024) ચાલી રહી છે અને તે ચાલુ રહેવાની છે’. એવા વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યા છે, પણ સચ્ચાઈ તે છે કે કેદારનાથમાં હડતાળ સમાપ્ત થઈ ગઈ છે. ચારધામના મંદિરોમાં આવતા લોકોને પહેલાથી બૂકિંગ કરાવવું પડે છે, જેથી દર્શનના ચાર દિવસ પહેલા આવનારા લોકોને વાહનમાં લઈ નહીં જવાની અપીલ પણ મંદિર પ્રશાસન (Char Dham yatra2024) દ્વારા દરેક વાહન ચાલકને કરવામાં આવી છે. તેમ જ દર્શનના સ્લોટ પહેલા પણ અનેક લોકો અહીં આવી જાય છે, જેથી ભીડ વધે છે. આ કારણને લીધે લોકોને પણ તેમના દર્શન સ્લોટના ત્રણ કે ચાર દિવસ પહેલા જ આવવાની વિનંતી કરવામાં આવી છે અને જો કોઈપણ દર્શનના ત્રણ ચાર દિવસ પહેલા જ આવી જશે તો તેમને ચેકપોસ્ટ પર જ ઉતારી દેવામાં આવશે, એવો પણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.