અનન્યા પાંડે હાલમાં ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે
અનન્યા પાંડે
અનન્યા પાંડે હાલમાં ‘તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. હાલમાં અન્યાએ પોતાના કેટલાક ફોટો શૅર કર્યા અને કૅપ્શનમાં લાલ હોઠવાળી ઇમોજી પોસ્ટ કરી. ચાહકો તેનો નવો લુક જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને કેટલાક લોકોને લાગે છે કે તેણે લિપ-ફિલર્સ કે લિપ-સર્જરી કરાવી છે. અનન્યાના કેટલાક ફૅન્સે પોતાનો મત વ્યક્ત કરતાં લખ્યું છે કે અનન્યાએ આ લિપ-સર્જરી કરાવીને પોતાની નૅચરલ બ્યુટી બગાડી નાખી છે.


