Amitabh Bachchan Cryptic Post: જે હોય તે પણ અમિતાભ બચ્ચને મોડી રાત્રે આ પ્રકારની પોસ્ટ લખી હતી જેને કારણે નેટીઝન્સ તેમની પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- કેટલાક લોકો આશ્ચર્યમાં છે કે બિગ બી શું કહેવા માંગે છે
- એક યુઝરે લખ્યું કે `એવું લાગે છે કે તમે એક ડરામણું સપનું જોયું છે`
- બિગ બીએ લખ્યું ફિલ્મ `જાગૃતિ`નું ગીત `હમ લાયે હૈં તુફાન સે` આજે પણ સાંપ્રત છે
બૉલીવુડનાં બિગ બી - અમિતાભ બચ્ચન આમ તો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને અવારનવાર પોસ્ટ પણ શૅર કરતાં હોય છે. પરંતુ મોડી રાત્રે અમિતાભ બચ્ચન કૈંક પોસ્ટ કરે એવું તો ભાગ્યે જ બને છે! હા, તાજેતરમાં જ અમિતાભ બચ્ચને ટ્વિટર પર જઈને એક વિચિત્ર પોસ્ટ (Amitabh Bachchan Cryptic Post) કરી હતી, જેને લીધે તે હાલ ખૂબ જ ચર્ચાનો વિષય બની છે.
એવું તે શું પોસ્ટમાં લખ્યું કે નેટિઝન્સ ભડકી ગયા!
ADVERTISEMENT
T 4979 - अरे कह तो दिया नहीं बोल रहे हैं, तो बोल बोल के काहे बोल रहे हो
— Amitabh Bachchan (@SrBachchan) April 12, 2024
અમિતાભ બચ્ચને ગઈ કાલે રાત્રે 1.41 વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જઈને લખ્યું હતું કે, T 4979 - `હે, કહ તો દિયા નહીં બોલ રહે હૈ, તો બોલ બોલ કે કાહે બોલ રહે હો’ અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Amitabh Bachchan Cryptic Post) થઈ રહી છે, જેને જોઈને કેટલાક લોકો આશ્ચર્યમાં છે કે બિગ બી શું કહેવા માંગે છે, તો કેટલાક લોકો આ પોસ્ટને રજનીત સાથે જોડીને અમિતાભ બચ્ચનની ટીકા પણ કરી રહ્યા છે.
જે હોય તે પણ અમિતાભ બચ્ચને મોડી રાત્રે આ પ્રકારની પોસ્ટ લખી હતી જેને કારણે નેટીઝન્સ તેમની પર ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. એટલું જ નહીં બિગ બી માટે વિવિધ પ્રકારની ટિપ્પણીઓ પણ કરવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ આવી પોસ્ટ માટે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દીધું છે.
બિગ બીની મોડી રાતની આ પોસ્ટ જોઈ લોકોએ પણ આપી પ્રતિક્રિયા
અમિતાભ બચ્ચનની આ વિચિત્ર પોસ્ટ (Amitabh Bachchan Cryptic Post) પર લોકો જુદી જુદી રીતે કોમેન્ટ વરસાવી રહ્યા છે. આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું હતું કે, `એવું લાગે છે કે તમે એક ડરામણું સપનું જોયું છે`, જ્યારે બીજાએ લખ્યું હતું કે, `તે કોમેડી છે કે કટાક્ષ` આ વચ્ચે ત્રીજો યુઝર લખીને જણાવે છે કે `નવરત્ન તેલ લગાવો અને તમારા મગજને થોડું હળવું કરો`.
આ ટ્વિટ પહેલા પણ કેટલીક ટ્વિટસ કરી હતી તે જોઈએ
જ્યારે બિગ બીએ આ ટ્વિટ કર્યું તો તેની પહેલા પણ સુપરસ્ટારે કેટલીક વધુ ટ્વિટ શૅર કરી હતી. જે જોઈએ તો એકમાં તેઓએ લખ્યું હતું કે, ‘અરે ભાઈ, હવે નથી બોલી રહ્યા’ બીજા ટ્વિટમાં લખ્યું, ‘ધત, અમા શું બોલી રહ્યા છો, ત્રણ દિવસથી? તો ત્રીજા ટ્વીટમાં તેઓ લખે છે કે ‘નવરાશમાં કામ છે. બાકી બધું આરામ છે.’
આ સિવાય તેઓએ એક બ્લોક શેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે `પરમાણુ હથિયારો`ને લઈને તેમનું મન પરેશાન થઈ જાય છે. `જાગૃતિ`ના એક ગીતને યાદ કરતી વખતે સુપરસ્ટારે ખુલાસો કર્યો હતો કે તેઓએ આ એકમાત્ર ફિલ્મ જોઈ છે.
વળી આગળ તેઓ લખે (Amitabh Bachchan Cryptic Post) છે કે 1954ની ફિલ્મ `જાગૃતિ`નું મોહમ્મદ રફીનું ગીત `હમ લાયે હૈં તુફાન સે` આજે પણ કેવી સાંપ્રત લાગે છે. અને 1954માં આવેલી ફિલ્મ `જાગૃતિ`નું તે ગીત, મેં અલાહાબાદમાં જોયેલી પહેલી હિન્દી ફિલ્મ... અને આ શબ્દો એકદમ સાચા છે!’

