બિનશરતી પ્રેમ આપતાં પ્રાણીઓ માણસની નિરાશા અને તાણને દૂર કરે છે. ૧૧ એપ્રિલે પેટ ડે ગયો ત્યારે મુંબઈની એક મહિલાએ તેના બે પેટ્સ વિશે એક હૃદયસ્પર્શી વાત શૅર કરી હતી.
ડિપ્રેશનમાં સરી પડેલી મહિલાને બે ડૉગીએ સારી થવામાં મદદ કરી
બિનશરતી પ્રેમ આપતાં પ્રાણીઓ માણસની નિરાશા અને તાણને દૂર કરે છે. ૧૧ એપ્રિલે પેટ ડે ગયો ત્યારે મુંબઈની એક મહિલાએ તેના બે પેટ્સ વિશે એક હૃદયસ્પર્શી વાત શૅર કરી હતી. આ મહિલાએ સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે તેના પિતાનું કૅન્સરથી નિધન થયા બાદ તેની ગાયનેકોલૉજિસ્ટ મમ્મી હતાશામાં સરી પડી હતી. મહિલાએ કહ્યું કે અમે એક નાનકડા ફ્લૅટમાં રહેતાં હોવા છતાં હું અને મમ્મી દિવસો સુધી એકમેક સાથે વાત નહોતાં કરી શકતાં, મારી મમ્મી શોક પાળી રહી હતી અને મને ખબર નહોતી પડી રહી કે હું તેને કઈ રીતે સાંત્વન આપું. જોકે મહિલાના એક કલીગ વિદેશ શિફ્ટ થયા અને તે તેમની ડૉગી બેઇલીને ન લઈ જઈ શક્યા. પરિણામે બેઇલી આ મહિલા અને તેની મમ્મી પાસે આવી. મહિલા કહે છે કે બેઇલી ઘરમાં આવતાં જ મમ્મીની હીલિંગ પ્રોસેસ થવા માંડી અને મેં પહેલી વખત મારી મમ્મીને હસતી જોઈ. એ પછી તો ઘરમાં બીજું ડૉગી મફિન આવ્યું અને તેમની ખુશી ઑર વધી ગઈ.


